Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

વોર્ડ નં. ૧૦માં વિવિધ વિસ્તારમાં પેવીંગ બ્લોકના કામનો પ્રારંભઃ વૃક્ષારોપણ કરાયું

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧૦ના જયોતીનગરમાં કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાની ગ્રાન્ટમાંથી પેવીંગ બ્લોકનું કામ મંજુર થતા સ્થાનીક આગેવાનો રવજીબાપા લુણાગરીયા તથા જયાબેન જોટંગીયાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે શહેર કોંગી અગ્રણી અંકુર માવાણી વોર્ડ પ્રમુખ જગદીશ ડોડીયા, દિનેશ પટોળીયા ઉપરાંત સ્થાનીક અગ્રણીઓ વિઠલભાઇ મેઘાણી, શાંતિભાઇ ટાંક, કિશોરભાઇ મૈયડ, એમ.એ.કોટેચા, એન.પી.કાસુન્દ્રા, સી.કે.શેઠ, રામજીભાઇ હિન્સુ, પી.ડી.પુરોહીત, પરસોતમભાઇ રૂપાપરા, અમરશીભાઇ પટેલ, જયોત્સનાબેન લુણાગરીયા, લીલાબેન રૂપાપરા, શાંતાબેન કાકડીયા, ક્રિષ્નાબેન ચંદે, કિરણબેન ગોહીલ, વજીબેન દુધાગરા, જશુબેન ગોહીલ, હંસાબેન વડુકર, શીલ્પાબેન સોમાણી, જયશ્રીબેન જીવરાજાની, ક્રિષ્ના બેન શીંગાળા વગેરે ઉપસ્થિત રહયા હતા. વોર્ડ નં. ૧૦માં પુષ્કરધામ રોડ પર આવેલ કવચ એપા. આસપાસ કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ. આ પ્રસંગે સ્થાનીક રહેવાસીઓ ઉમેશભાઇ પટેલ, સંજયભાઇ વાછાણી, બ્રીજેશભાઇ ગમઢા, હંસાબેન પાંચોટીયા, હીનાબેન વાછાણી, સવિતાબેન નાગપરા, વિજયાબેન બાવરવા, ડિમ્પલબેન બાવરવા વગેરે ઉપસ્થિત રહયા હતા. (૪.૬)

(4:07 pm IST)