Gujarati News

Gujarati News

News of Tuesday, 7th August 2018

શાપરમાંથી ગાયબ થયેલા ૬ વર્ષના બાળકને આજીડેમ પોલીસે શોધ્યો

અભય ચોધરી ગૂમ થતાં શાપર પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો

રાજકોટ તા. ૭: શાપર વેરાવળમાં શિતળા મંદિર પાસે પૂનમ સોસાયટીમા઼ રહેતાં લાલા બાબુભાઇ ચોધરીનો પુત્ર અભય (ઉ.૬) ગઇકાલે ગૂમ થઇ જતાં પોલીસને જાણ કરવામાં આવતાં શાપરના પીએસઆઇ આર. જી. સંધુએ તાકીદે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. પંકજભાઇ દિક્ષીત સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે પુનિતનગરમાં કારખાનુ ધરાવતાં કુંવરજીભાઇ નામના વ્યકિતએ એક બાળક પોતાના કારખાને આવી ગયાની જાણ કરતાં પંકજભાઇ સહિતના સ્ટાફે તપાસ કરતાં આ બાળક ગઇકાલે શાપરથી ગુમ થયેલો અભય હોવાની ખબર પડતાં શાપર પોલીસને અને બાળકના વાલીને જાણ કરી હતી. બાળક હેમખેમ મળી જતાં પરિવારજનો ખુશખુશાલ થઇ ગયા હતાં.

(4:02 pm IST)