Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

વંદે ગુજરાત વિકાસ યાત્રા અનુસંધાને વોર્ડ નં. ૮માં વૃક્ષારોપણ

રાજકોટ : ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિતે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતના છેલ્લા ૨૦ વર્ષમાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે રાજય સરકાર દ્વારા તમામ જીલ્લાઓમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા'નું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા તા.૦૫/૦૭/૨૦૨૨થી વંદે ગુજરાત વિકાસ યાત્રા શરૂ કરવામાં આવેલ છે. વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત આજરોજ વોર્ડ નં.૮ હાઉસીંગ બોર્ડ વિસ્‍તારમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ.  આ પ્રસંગે વંદનાબેન ભારદ્વાજ, તેજસભાઈ જોશી, કાથડભાઈ ડાંગર, જયસુખ મારવિયા, રઘુભાઈ ધોળકીયા, દર્શનાબેન પંડ્‍યા, પ્રીતિબેન દોશી, મયુરભાઈ પાંભર, શક્‍તિભાઈ રાઠોડ, વિપુલભાઈ ઉંઘાડ, રાજુભાઈ ડેડાણીયા, દીલસુખ રાઠોડ, ધર્મેશ પરમાર, અશ્વિન રાખસીયા, જયેન્‍દ્રસિંહ સરવૈયા, શુભેન્‍દ્ર ગઢવી, કિશનભાઈ સોહલા, રાજદીપસિંહ ચુડાસમા, વિનુભાઈ વઘાસીયા, રક્ષાબેન જોશી, રીટાબેન સખીયા, ચંદાબેન પટેલ, ગીતાબેન ગગલાણી, શોભનાબેન સોલંકી, શોભનાબેન સોમૈયા, કુમુદબેન, પ્રભાબેન, કૃતિબેન વગેરે ઉપસ્‍થિત રહેલ.

(4:29 pm IST)