Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ભાજપ દ્વારા ભુલકાઓને પોષણક્ષમ કીટ

આવનારી પેઢી દેશના વિકાસમાં સહભાગી બને તે માટે ભાજપ દ્વારા ‘કુપોષણથી સુપોષણ તરફ એક કદમ' અભિયાન વેગવંતુ કરાયુ છે. તેના ભાગરૂપે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી સુપોષણ અભિયાનના ત્રીજા તબકકા અંતર્ગત શહેરના તમામ વોર્ડની આંગણવાડીઓના બાળકોને પોષણક્ષમ કીટ રવાના કરવામાં આવી હતી. આ તકે કમલેશ મિરાણીએ જણાવેલ કે મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્‍યાક્ષ સી. આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં ‘કુપોષણથી સુપોષણ' અભિયાન ચાલી રહ્યુ છે. ત્‍યારે શહેર ભાજપ દ્વારા આંગણવાડીઓના ૩૪૬ બાળકોને દતક લઇ તેને પોષણક્ષમ, આરોગ્‍યપ્રદ કીટ અર્પણ કરી આ અભિયાન વેગવંતુ બનાવવામાં આવેલ છે. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સાથે મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, સૌરાષ્‍ટ્રના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારા, શહેર ભાજપ કોષાધ્‍યક્ષ અનીલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, મનુભાઇ વઘાશીયા, ભાર્ગવ મિયાત્રા, કાથડભાઇ ડાંગર, જયસુખ મારવીયા, મહેશ બથવાર વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. દરેક વોર્ડની આંગણવાડીના કુપોષિત બાળકોને પોષણ અભિયાનતળે આરોગ્‍ય કીટ રવાના કરાઇ હતી.

(4:26 pm IST)