Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ગુજરાત ભાજપના લીગલ સેલના સહસંયોજક અનિલભાઇ દેસાઇનું કલેઇમ બાર દ્વારા સન્‍માન

રાજકોટ : કલેઇમ બાર એસો. દ્વારા ગુજરાત ભાજપ લીગલ સેલના સહસંયોજક નિમાયેલ અનિલભાઇ દેસાઇનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તસ્‍વીરમાં અનિલભાઇ સાથે કલેઇમ બાર ના અજયભાઇ જોષી, નવીનભાઇ શાહ, સંજયભાઇ વ્‍યાસ, પી.આર. દેસાઇ, વિરાજભાઇ દોશી, તથા શ્રી સુરૈયા વિગેરે દર્શાય છે. (૯.૧૩)

રાજકોટ, તા. ૭ :  ગુજરાત રાજય લીગલ સેલના સહ સંયોજક ધારાશાષાી અનિલભાઇ દેસાઇનું એમ.એ. સી.પી. બાર એસોસીએશન તરફથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

સમગ્ર સોરાષ્‍ટ્ર કચ્‍છમાં ન્‍યાયક્ષેત્રે છેલ્લા ચાર દાયકાથી સખત્ત પરિશ્રમ, નિષ્ઠા,  પ્રમાણિકતાથી પ્રતિષ્ઠીત થયેલા અજાતશત્રુ, નામાંકિત ધારાશાષાી સંઘના સંસ્‍કારોથી  તરબોળ અને વિદ્યાર્થીકાળથી ભાજપ સાથે વરેલા અનિલભાઈ દેસાઈની ગુજરાત પ્રદેશ  ભાજપના અઘ્‍યક્ષ શ્રી સી. આર. પાટીલે ગુજરાત ભાજપ લીગલ સેલના સહ સંયોજક તરીકે  નિમણૂક કરતા સમગ્ર સોરાષ્‍ટ્ર કચ્‍છમાં વકીલ આલમમાં સર્વત્ર આવકાર સાથે અભિવાદન  અને અભિનંદન વર્ષા થઈ રહેલ છે.   

રાજકોટ ખાતે એકંસીડન્‍ટ કલેઈમની પ્રેક્‍ટીસ કરતા વકીલમિત્રો ઘ્‍વારા એમ.એ.સી.પી.  બાર એસોસીએશનની રચના કરવામાં આવેલ છે. એમ.એ.સી.પી. ક્ષેત્રે પ્રેકટીસ કરતા સર્વે  વકીલમિત્રોને પ્રેકટીસમાં તેમજ સામાજીક રીતે મદદરૂપ થવાની ભાવનાથી એમ.એ.સી.પી.  બાર એસોસીએશન ઘ્‍વારા તબકકાવાર આયોજનો થતા હોય છે, તેમજ રાજકોટ ડિસ્‍ટ્રીકટ  કોર્ટ ખાતે જયારે લોક અદાલત કે મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવે ત્‍યારે  એમ.એ.સી.પી. બાર એસોસીએશન તરફથી લોક અદાલતને સફળ બનાવવા માટે સૌથી  વધારે જહેમત ઉઠાવવામાં આવે છે. એવા એમ.એ.સી.પી. બાર એસોસીએશનના યુવા  પ્રમુખ અજયભાઈ જોષી ઘ્‍વારા ભારતીય જનતા પાર્ટી લીગલ સેલના તાજેતરમાં વરાયેલા  સહકન્‍વીનર તથા રાજકોટના સીનીયર ધારાશાષાીશ્રી અનીલભાઈ દેસાઈનું સન્‍માન કરવુ  એવો એક પ્રસ્‍તાવ એમ.એ.સી.પી. બાર એસોસીએશનમાં મુકવામાં આવેલ અને  એમ.એ.સી.પી. બાર એસોસીએશનના સભ્‍યો ઘ્‍વારા તેને સહર્ષ રીતે તેને વધાવવામાં  આવેલ.    

ભારતીય જનતા પાર્ટી લીગલ સેલના પ્રદેશ સહસંયોજક તરીકે અનીલભાઈ દેસાઈની  નીમણુંક થતા એમ.એ.સી.પી. બાર એસોસીએશન ઘ્‍વારા આશરે ૧૫૦ એડવોકેટોની  હાજરીમાં એમ.એ.સી.પી. બારના પ્રમુખ અજયભાઈ જોષી, ઉપપ્રમુખ એ. યુ. બાદી,  સેક્રેટરી વિશાલ ગોસાઈ, જોઈન્‍ટ સેક્રેટરી આર. પી. ડોરી, ટ્રેઝરર ભાવેશ મકવાણા તેમજ  કારોબારી સભ્‍યો મૌલીક જોષી, કરણ ગઢવી, પ્રતિક વ્‍યાસ, સંજય નાયક, હેમંત પરમાર,  અજય સહેદાણી, જયોતિબેન શુક્‍લા વિગેરે તેમજ રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ  અર્જુનભાઈ પટેલ તેમજ સેક્રેટરી પી. સી. વ્‍યાસ તેમજ સીનીયર ધારાશાષાી સંજયભાઈ  વ્‍યાસ તેમજ એમ.એ.સી.પી. બાર એસોસીએશનના સર્વે સભ્‍યશ્રીઓશ્રી જયપ્રકાશ ત્રિવેદી,  સુનીલ મોઢા, પંકજ દેસાઈ, ગુલફામ સુરૈયા, મીકાઈલ સુરૈયા, આર. આર. મહેતા, એ.  જી. મોદન, કે. એલ. વ્‍યાસ, વિપુલ કક્કડ, જય ચૌધરી, કલ્‍પેશ વાઘેલા, શ્‍યામ ગોહેલ,  સંજયભાઈ બાવીશી, મનીષભાઈ ખખ્‍ખર, મનીષભાઈ દવે, વિરાજ દોશી વિગેરે સહીતના  વકીલમિત્રો ઘ્‍વારા અનીલભાઈ દેસાઈનું સાલ ઓઢાડી, પુષ્‍પગુચ્‍છ આપી, ફુલહારથી  જાજરમાન સન્‍માન કરવામાં આવેલ હતું.

(3:49 pm IST)