Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

વિશ્‍વનગર આવાસ યોજના કવાર્ટર પાસે જુગાર રમતા ચાર પકડાયા

માલવીયાનગર પોલીસનો દરોડોઃ નારણ, દિપક, ભરત અને દીલીપની ધરપકડ

રાજકોટ, તા.૭: મવડી રોડ વિશ્‍વનગર આવાસ યોજના કવાર્ટર પાસે માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ વિશ્‍વનગર આવાસ યોજના કવાર્ટર પાસે કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્‍સ ભાવેશભાઇ ગઢવી તથા અંકીતભાઇ નિમાવતને બાતમી મળતા વિશ્‍વનગર આવાસ યોજના કવાર્ટર પાસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા પુનીતનગર સામે વિશ્‍વ કર્મા સોસાયટી શેરી નં.૧૩ના નારણ કાનજીભાઇ ટુકડીયા, ઢેબર રોડ ગોપાલનગર-૧ સોમનાથ એપાર્ટમેન્‍ટના દિપક વલ્લભદાસભાઇ પુજારા, કોઠારિયા રોડ રાધેશ્‍યામ સોસાયટી  શેરી નં.૩ના ભરત મનસુખભાઇ કારીયા અને મોરબી નવલખી રોડ કુબેરનગરના દીલીપ ભુપતભાઇ કોટકને પકડી લઇ રૂા.૧૧,૫૦૦ની રોકડ સહીતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.આઇ.કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. એમ.એસ.મહેશ્‍વરી, હેડ કોન્‍સ મસરીભાઇ ભેટારીયા, દિગ્‍પાલસિંહ જાડેજા, અજયભાઇ વીકમા, કોન્‍સ ભાવેશભાઇ ગઢવી, મહેશભાઇ ચાવડા, હિરેનભાઇ સોલંકી, અંકીતભાઇ નિમાવત તથા હિતેષભાઇ અગ્રાવત દ્વારા કરવામાં આવી હતી

(3:38 pm IST)