Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

બકરી ઇદના તહેવાર અંતર્ગત શાંતિ સમિતિની બેઠક

પ્ર.નગર, ગાંધીગ્રામ, યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ, એસીપીની હાજરી

રાજકોટઃ આગામી ૧૦મીએ બકરી ઇદ હોઇ તે અંતર્ગત ગત સાંજે પ્ર.નગર પોલીસ સ્‍ટેશન ખાતે શાંતિ સમિતની બેઠક યોજાઇ હતી. જેમાં ગાંધીગ્રામ, યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન અને પ્ર.નગર પોલીસ સ્‍ટેશનના પીઆઇ જી. એમ. હડીયા, એ. બી. જાડેજા અને વી. જે. ફર્નાન્‍ડીઝ તથા એસીપી પી. કે. દિયોરાની હાજરીમાં હિન્‍દુ તથા મુસ્‍લિમ આગેવાનોએ  તહેવારની શાંતિપુર્વક ઉજવણી થાય અને કોઇની લાગણી ન દુભાય એ રીતે ઉજવણી કરવા ચર્ચા કરી હતી અને આગેવાનો, સામાજીક અગ્રણીઓએ પોતપોતાના વિસ્‍તારમાં શાંતિ જળવાઇ રહેશે તેની ખાત્રી આપી હતી.

(3:33 pm IST)