Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિરે એક દિવસીય નિઃશૂલ્‍ક ઓશો ધ્‍યાન શિબિર સંન્‍યાસ ઉત્‍સવ, સંતવાણી, ભાવાંજલી સાથે પુષ્‍પાંજલી

બુધવારે ગુરુપૂર્ણિમાં નિમિત્તે : ધ્‍યાન, ભજન, ભોજનના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાનો અનેરો અવસર, આયોજકઃ સ્‍વામિ પ્રેમમૂર્તિ (સ્‍વીઝરલેન્‍ડ)શિબિર સંચાલક સ્‍વામિ સત્‍ય પ્રકાશ, કાર્યક્રમ સંચાલીકાઃ પૂર્વિદિદિ (માં પ્રેમ સૂરંજના)લાફટર થેરાપી માસ્‍ટર નિતિનભાઇ (સ્‍વામિ દેવ રાહુલ) દ્વ્‌ારા હસીબા-ખૈલીબા-ધરીબા-ધ્‍યાનમ્‌, નિર્વાણમાં યોગ ગીતા (નીતાબેન નંદાણી ઓશો ગીતા ધ્‍યાનમંદિર)ને ભાવાંજલી સાથે પુષ્‍પાંજલી, સંતવાણી આયોજકઃ બકુલભાઇ ટીલાવત (સ્‍વામિઆનંદતીર્થ) શિબિરમાં સહભાગીતા માટે નોંધણી આજથી શરૂE

રાજકોટઃ ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એકમાત્ર ઓશો અન્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે નિયમીત છેલ્‍લા ૩૭ વર્ષોથી અવારનવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેછે. જેનું સંચાલન સ્‍વામિ સત્‍ય પ્રકાશ કરી રહ્યા છે.

તા.૧૩ને  બુધવારના રોજ ગુરુપૂર્ણિમા નિમિત્તે ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે એક દિવસીય નિઃશૂલ્‍ક ઓશો ધ્‍યાન શિબિરનું આયોજન કરેલ છે. જેની રૂપરેખા આ પ્રમાણે છે.: સવારે ૬થી ૭ સક્રિય ધ્‍યાન (આ ધ્‍યાન છેલ્‍લા ૩૭ વર્ષોથી એક પણ દિવસ ચુકાયા વગર દરરોજ નિયમીત સવારે ૬થી ૭ કરવામાં આવે છે.) સવારે ૭.૧૫થી ૮ દરમ્‍યાન બ્રેકફાસ્‍ટ સવારે ૮.૩૦થી ૯ ગુરુવંદના સાથે ગુરુ પુજન સવારે ૯થી બપોરે ૧ દરમ્‍યાન ઓશોના વિવિધ ધ્‍યાન પ્રયોગો બપોરે ૧થી ૩ મહાપ્રસાદ (હરિહર) તથા વિશ્રામ બપોરે ૩થી ૪ અમેરીકાની ગુરુપૂર્ણિમા ઉત્‍સવની વીડિયો દર્શન બપોરે ૪ વાગ્‍યે ચા-પાણી બપોરે ૪-૧૫થી રાત્રીના ૮ દરમ્‍યાન કુંડલીની ધ્‍યાન, નિષ્‍ક્રીય ધ્‍યાન, સ્‍વામિ દેવ રાહુલ દ્વારા હસીબા-ખૈલીબા ધરીબા-ધ્‍યાનમ્‌, નિર્વાણમાં યોગી ગીતા (નીતાબેન નંદાણી)ની બીજી વાર્ષિક પૂણ્‍યતીથી નિમિત્તે ઓશો કિર્તન સાથે ભાવાંજલી સાથે પુષ્‍પાંજલી, સંધ્‍યા ધ્‍યાન, તથા ગુરુવંદના સાથે ગુરુપૂજન રાત્રે ૮ વાગ્‍યે મહાપ્રસાદ (હરિહર)

નિર્વાણમાં યોગ ગીતા (નીતાબેન નંદાણી)ની પ્રથમ કે અંતીમ ઇચ્‍છા હતી કે રાજકોટના હાર્દ સમા કિસાનપરા ચોકમાં આવેલ તેમનું જૂનું મકાન પાડી નવું ઓશો ગીતા ધ્‍યાન મંદિર બનાવવું તેમના સ્‍વપ્નને સાકાર કરવા માટે ટ્રસ્‍ટીએ શ્રી ઉમેશભાઇ, સ્‍વામિ સત્‍યપ્રકાશ, ગીરીષભાઇ પ્રજાપતિ (સ્‍વામિ આનંદ પારસ) રમાબેન કામદાર (માં યોગ નિવેદીતાજી) વકીલ શ્રી મૌલીક ફળદુ, તથા કોન્‍ટ્રાકટર-એન્‍જીનીયર મહેશભાઇ ગધેધરીયા માં યોગ ગીતાના સ્‍વપ્નને સાકાર કરવા માટે રાજકોટમાં બાજુ ઓશો ધ્‍યાન મંદિર બનાવવા સર્વ કામ કરી રહ્યા છે. મહેશભાઇ કહે છે કે દિવાળી સુધીમાં ઓશો ગીતા ધ્‍યાન મંદિર કરપવીટ કરી આપશે.મહાપ્રસાદ બાદ રાત્રીના ૮.૩૦ થી ૧ દરમ્‍યાન ભજનીક ઓશો સંન્‍યાસી બકુલભાઇ ટિલાવતે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં કલાકારોશ્રી ગૌતમભાઇ મકવાણા, દેવજીભાઇ ચુડાસમા રસીકભાઇ ચુડાસમા, બળવંતસિંહ ગોહિલ, ખૂરા પ્રજાપતિ, જગદીશભારાત, રાજુભાઇ કુબાવત, કનું મહારાજ, વિનુભાઇ નિમાવત, કાનુભાઇ મકવાણા, બલરાજભાઇ મકવાણા, અરવિંદભાઇ જેઠવા, દિલીપભાઇ ખોલીયા તથા વાસું વગેરે કલાકારો વિવિધ સંતો મહંતોની વાણી દ્વારા શ્રોતાજનોને ધ્‍યાન-ભકિતમાં ભાવ કરશે.

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી, રાજકોટ

ઉપરોકત ગુરુપૂર્ણિમા ઓશો ધ્‍યાન શિબિરમાં સહભાગી થવા ઓશો સંન્‍યાસી તથા પ્રેમીઓને ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર તરફથી અનુરોધ કરેલ છે. વિશેષ માહિતી તથા નામ નોંૅધણી કરાવવા માટે એસએમએસ કરવા માટે સ્‍વામિ સત્‍ય પ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(3:30 pm IST)