Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ચૂંટણી પંચના અધિકારીઓ સોમવારે ગાંધીનગરમાં રાજ્‍યભરના કલેકટરોની સ્‍પે. તાલીમ યોજાશે

રાજકોટ તા. ૭ : વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, આગામી ૧૧મીના સોમવારે કેન્‍દ્રિય ચૂંટણી પંચના અધિકારીઓની એક ટીમ ખાસ ગાંધીનગર આવી રહી છે.  સોમવારે સવારે ૧૦ વાગ્‍યાથી વિધાનસભા ચૂંટણી સંદર્ભે રાજકોટ સહિત રાજ્‍યભરના કલેકટરોની સ્‍પે. તાલીમ યોજાઇ છે, જેમાં મતદાર યાદી, મતદાન મથકો, ૧૨ ઓગષ્‍ટથી મતદાર યાદીમાં નામો ઉમેરવા શરૂ થઇ રહેલ કાર્યક્રમ, સ્‍ટાફ, ઇવીએમ સહિતની બાબતો તાલીમ યોજાશે. રાજકોટ કલેકટર તમામ તૈયારી સાથેની ફાઇલ લઇ ગાંધીનગર જશે.

(3:27 pm IST)