Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

પામોલીન તેલમાં વધુ ૩૦ રૂા. તૂટયા

બે દિ'માં ૯૦ રૂા.નો કડાકો : અન્‍ય ખાદ્યતેલોના ભાવો સ્‍થિર

રાજકોટ, તા., ૭: ખાદ્યતેલોમાં પામોલીન તેલમાં મંદીનો દોર જારી રહયો હતો અને આજે વધુ ૩૦ રૂા. તુટયા હતા.

સ્‍થાનીક  બજારમાં વિશ્વ માર્કેટ પાછળ આજે પણ પામોલીન તેલમાં ઘટાડો જારી રહયો હતો. પામોલીન તેલ લુઝના ભાવ ૧૧૮૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧૧પ૦ રૂા. ભાવ બોલાયા હતા. પામતેલ ટીનના ભાવ ૧૯૦પ થી ૧૯૧૦ રૂા. હતા તે ઘટીને ૧૮૭૫ થી ૧૮૮૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. બે દિ'માં પામતેલમાં ૯૦ રૂા. અને એક મહિનામાં પામતેલમાં પર૦ રૂા.નો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે.

જો કે બપોર સુધીમાં અન્‍ય ખાદ્યતેલોના ભાવોમાં કોઇ વધ-ઘટ ન હોય ભાવો સ્‍થિર રહયા હતા. 

(5:04 pm IST)