Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

રાજકોટ કલેકટર આવતા મંગળવારે વધુ ૨૫ પાક નાગરિકોને ભારતનું નાગરિકત્‍વ આપશે

લેન્‍ડગ્રેબીંગની સંભવતઃ કાલે મીટીંગ : એગ્રો ફુડ પાર્ક બનાવવા અંગે સાંજે મીટીંગ

રાજકોટ તા. ૭ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ આજે પત્રકારોને જણાવ્‍યું હતું કે, સંભવતઃ કાલે અથવા તો મંગળવારે વધુ ૨૫ પાકિસ્‍તાની નાગરિકો કે જેઓ તમામ હિન્‍દુ છે, અને છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટમાં રહે છે, તેમને ભારતનું નાગરિકત્‍વ આપતો કાર્યક્રમ યોજાયો છે.

આ પહેલા કલેકટરશ્રીએ બે વખત સ્‍પે. કેમ્‍પ યોજી ૬૦થી ૭૦ જેટલા પરિવાર - નાગરિકોને ભારતનું નાગરિકત્‍વ આપ્‍યું છે. મંગળવારે થનાર આ કેમ્‍પ લગભગ ૨૫ નાગરિકોને નાગરિકત્‍વ અપાશે. આ તમામ પાકિસ્‍તાનના છે, હિન્‍દુઓ છે અને તમામ અંગે પોલીસનો અભિપ્રાય આવી ગયો હોય હવે ભારતનું નાગરિકત્‍વ અપાશે.

દરમિયાન કલેકટરે નિર્દેશ આપ્‍યો હતો કે સંભવતઃ આવતીકાલે લેન્‍ડગ્રેબીંગ અંગે મીટીંગ યોજાશે. ૨૫થી વધુ કેસો છે, કેસોની સમીક્ષા બાદ ફોજદારી કરવા અંગે નિર્ણય થશે. કલેકટરે ઉમેર્યુ હતું કે, એગ્રી ફૂડ પાર્ક બનાવવા - જમીન આપવા અંગે સાંજે મહત્‍વની મીટીંગ બોલાવાઇ છે.

(3:15 pm IST)