Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

કણકોટમાં ત્રણ શખ્‍સોએ વિરમભાઇ રાતડીયાને લોખંડના પાઇપથી ફટકાર્યા

ઘર પાસે માટી ઠાલવતાં હોઇ પાણીના નિકાલની જગ્‍યા રાખવાનું કહેતાં ડખ્‍ખોઃ સામા પક્ષે રાહુલ વકાતર પણ ઘાયલ થયો

રાજકોટ તા. ૭: કાલાવડ રોડ પર કણકોટમાં ૨૫ વારીયા પાસે રહેતાં વિરમભાઇ મંગાભાઇ રાતડીયા (ઉ.૫૫) (ભરવાડ)ને સાંજે સાડા આઠેક વાગ્‍યે રાહુલ ભરવાડ, કાળા અને શૈલેષે લોખંડના પાઇપથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા હતાં.

સામા પક્ષે કણકોટ પંચરત્‍ન પાર્કનો રવિ ભુરાભાઇ વકાતર (ઉ.૨૧) પણ પોતાને વિરભાઇ અને અજાણ્‍યાએ પાઇપ પટ્ટાથી માર માર્યાની રાવ સાથેસારવાર લીધી હતી. વિરમભાઇના સગાએ કહ્યું હતું કે ઘર નજીક રાહુલનો ડમ્‍પરવાળો માટી ઠાલવવા આવ્‍યો હોઇ તેને પાણીનો નિકાલ થાય તેની જગ્‍યા રહે એ રીતે માટી નાખવા કહેતાં તેણે રાહુલ સહિતને બોલાવ્‍યા હતાં અને હુમલો થયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

(12:20 pm IST)