Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

રાજકોટના રેવન્‍યુ પ્રેકટીશનર એડવોકેટ C.M. પટેલની આધુનિક સુવિધાથી સજ્જ ઓફિસનો શુભારંભ

રાજકીય-સામાજીક સહકારી ક્ષેત્રના આગેવાનોએ શુભેચ્‍છાઓનો ધોધ વરસાવ્‍યો : એડવોકેટ શ્રી સી.એમ. પટેલની નવી ઓફિસના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્‍થિત મહાનભાવો ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઇ બોઘરા તેમજ ધારાસભ્‍ય શ્રી ગોવિંદભાઇ પટેલે એડવોકેટ સાથે રેવન્‍યુને લગતા પ્રશ્નોની ચર્ચાઓ કરી હતી તે પ્રસંગની તસ્‍વીર

રાજકોટ તા. ૬: રાજકોટ સ્‍થિત સૌરાષ્‍ટ્રના યુવા રેવન્‍યુ પ્રેકટીશનર અને સામાજીક અગ્રણી શ્રી સી.એમ. પટેલ (એડવોકેટ અને નોટરી) તેમજ એસોસીએટસ એડવોકેટ શ્રી વિશાલ પાંભરની આધુનીક સુવિધા સભર નવી લો ફર્મ ઓફીસનું રવિવારે રાજકીય સામાજીક આગેવાનોની વિશેષ ઉપસ્‍થિતીમા઼ મંગલ ઉદ્દઘાટન કરવામાં આવેલ.

આ પ્રસંગે સામાજીક અગ્રણી અને ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ, પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી જયશેભાઇ રાદડીયા, ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઇ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી ભરતભાઇ બોઘરા સહીતના સામાજીક મહાનુભાવોએ ઉપસ્‍થિત રહી શુભકામના પાઠવી હતી. ઉપરાંત રાજકોટ બાર એશોશીએશનના હોદ્દેદારો અને વિશાળ સંખ્‍યામાં એડવોકેટ, સાથી મીત્રો તથા બિલ્‍ડર મીત્રોએ તેમજ સગા-સંબંધી-સ્‍નેહીજનોએ ઉત્‍સાહ વધારવા શુભકામનાઓ પાઠવવા વિશાળ સંખ્‍યામાં હાજરી આપી હતી.   

એડવોકેટ સી.એમ.પટેલ ર૦ વર્ષથી રેવન્‍યુ અને સીવીલ કામોને લગતી પ્રેકટીસ કરી રહ્યા છે. ઉપરાંત નોટરી પ્રેકટીસની સાથે સાથે રાજકોટ ડીસ્‍ટ્રીકટ બેંકની લીગલ પેનલ એડવોકેટ તરીકે જવાબદારી પણ નીભાવી રહ્યા છે ઉપરાંત મિલ્‍કતને લગતા ટાઇટલ કિલયર રીપોર્ટને લગતી પ્રેકટીસ ખુબ સારી રીતે કરી રહ્યા છ.ે

તેમની નવી લો ફર્મ ઓફીસ ‘‘હેરીટેઝ કોમ્‍પલેક્ષ'' પહેલો માળ, સીજીસ હોસ્‍પટલની બાજુમાં, બાલાજી હોલની નજીક, ૧પ૦ ફુટ રીંગ રોડ, (મો. ૯૯૦૯૦ ર૦૪૧ર) અને વિશાલ પાંભર (મો.૮૦૦૦૦ ૧૮૩૮૪) પર આધુનિક  સુવીધાથી સજજ ઓફીસનો પ્રારંભ થતા તેમને સર્વત્રથી શુભકામનાઓ પ્રાપ્‍ત થઇ રહી છે.

(11:56 am IST)