Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

રીંગણા સિવાયના તમામ લીલા શાકભાજીના ભાવો આસમાને : કિલોના ૮૦ થી ૧૦૦ રૃા.

વસ્સાદી વાતાવરણને કારણે આવકો ઓછી થતા ભાવોમાં વધારોઃ ૧૫ દિ' પછી ભાવો ઘટશેઃ રસોડાનું બજેટ ખોરવાતા ગૃહીણીઓમાં દેકારો

રાજકોટ, તા., ૬:  સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણને પગલે લીલા શાકભાજીની આવકો  ઘટતા રીંગણા સિવાયના તમામ લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચતા  અને રસોડાનું બજેટ ખોરવાઇ જતા ગૃહીણીઓમાં  દેકારો બોલી ગયો છે.

વરસાદી વાતાવરણને કારણે લીલા શાકભાજીની આવકો ઘટતા ભાવોમાં ભારે ઉછાળો થયો છે. રીંગણા સિવાય તમામ લીલા શાકભાજી છુટક બજારમાં ૮૦ થી ૧૦૦ રૃપીયા વેચાય છે. રાજકોટ આસપાસના ગામોમાંથી વરસાદી વાતાવરણ છતા નવા લીલા શાકભાજીની આવકોની શરૃઆત થઇ છે. ૧પ દિ' પછી નવા શાકભાજીની આવકો વધતા લીલા શાકભાજીના ભાવો ઘટશે તેમ વેપારી સુત્રોએ જણાવ્યું હતું.

રાજકોટ યાર્ડમાં આજે હોલસેલમાં રીંગણા એક કિલોનો ભાવ પ થી ૧૦  રૃપીયા, કોબીજના ૧૧ થી ર૦ રૃા., ફલાવરના ૧પ થી ર૦ રૃા., ભીંડો ૩૦ થી પ૦ રૃા., ગુવાર ૪પ થી પ૦ રૃા., ચોળા ૪૦ થી પ૦ રૃા., કારેલા ર૬ થી ૩ર રૃા., ટમેટા ૩૦ થી ૩પ રૃા. અને લીંબુ  પ થી ૩૦ રૃા.ના ભાવે સોદા પડયા હતા. જો કે આ શાકભાજી છુટક બજારમાં પહોંચતા ડબલ ભાવ થઇ જાય છે. છુટક બજારમાં તમામ શાકભાજી ૮૦ થી ૧૦૦ રૃા.ના કિલોએ વેચાય છે.

પખવાડીયા પછી નવા શાકભાજીની આવકો પુરજોશમાં શરૃ થયે ભાવો ઘટે તેવી શકયતા છે. 

(1:12 pm IST)