Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કાલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભઃ ૩૦૪૦૦ પરીક્ષાર્થીઓ

સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા તાકીદ, ૧ર૮ કેન્દ્રો ઉપર સી.સી.ટીવી અને ૬૭ ચેકીંગ કેન્દ્ર

રાજકોટ, તા. ૭ :. કોરોનાનું સંક્રમણ ઓછુ થયુ છે. શિક્ષણ જગતની અગત્યની બાકી રહેલી પરીક્ષા ઓફલાઈન યોજાઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવતીકાલથી ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. વિવિધ વિદ્યાશાખાની ૪૧ પરીક્ષામાં કુલ ૩૦૪૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જાણવા મળતી વિગતો મુજબ આવતીકાલ તા. ૮ જુલાઈથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોના પ્રોટોકોલ હેઠળ સોશ્યલ ડીસ્ટન્સીંગ, સેનેટાઈઝીંગ, માસ્ક સહિતની કાળજી રાખી ઓફલાઈન પરીક્ષાનો સૌરાષ્ટ્રના ૮ જિલ્લામાં ૧૨૮ કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિનભાઈ પેથાણી, પરીક્ષા નિયામક નિલેશભાઈ સોનીના માર્ગદર્શન તળે પરીક્ષાનું આયોજન ગોઠવાયુ છે. પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી હેઠળ દેખરેખ રાખવામાં આવશે. પરીક્ષા ન્યાયીક માહોલમાં યોજાઈ તે માટે ૬૭ ચેકીંગ સ્કવોડ વિવિધ કેન્દ્રો ઉપર નિરીક્ષણ કરશે.

(4:29 pm IST)