Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

સિવિલ હોસ્પિટલ કે. ટી. ચિલ્ડ્રન વિભાગ પાસે નશાખોરની બઘડાટી

મહિલા સિકયુરીટી ગાર્ડ સાથે ઝપાઝપી ગાળાગાળી કરી ભાગી ગયો

રાજકોટ તા. ૭: સિવિલ હોસ્પિટલના કે. ટી. ચિલ્ડ્રન વિભાગમાં દાખલ એક સગા પાસે જવા આવેલા એક પરપ્રાંતના શખ્સે નશો કરેલી હાલતમાં અંદર જવા પ્રયાસ કરતાં તેને મહિલા સિકયુરીટી ગાર્ડએ અટકાવતાં એ શખ્સે તેની સાથે માથાકુટ કરી ગાળાગાળી કરતાં સુપરવાઇઝર તથા બીજા સિકયુરીટી સ્ટાફને બોલાવાતાં નશાખોર જેવો લાગતો શખ્સ ઝપાઝપી કરી ભાગી ગયો હતો. જો કે એ પહેલા તેને પણ બરાબરનો પદાર્થપાઠ મળી ગયો હોવાનું કહેવાય છે.

(4:28 pm IST)