Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કર્મકાંડી બ્રાહ્મણ પરિવારના સામુહિક આપઘાતના કેસમાં આરોપી દિલીપ કોરાટે હાઇકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી

રાજકોટ, તા. ૭ :  શહેરના નાનામૌવા રોડ પર શાસ્ત્રી નગર અજમેરા સામે શીવમપાર્કમાં રહેતા કર્મકાંડી બાહમણ પરીવારે મકાન વહેંચની તકરાર મામલે નોંધાયેલ ગુન્હાના કામે જેલમાં રહેલ આરોપી દિલીપ કોરાટ હાઈકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી લીધી હતી.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આરોપી દિલીપ જીવરાજ કોરાટ તથા રાજેશ દેવજી વોરાએ પુર્વાયોજીત કાવતરૂ રચી મૃતક કમલેશભાઈ બાલકૃષ્ણભાઈ લાબડીયાનું મકાન લેવા માટે ૧.૨૯ કરોડમાં સોદો નકકી કરી સુથી પેટે રૂ.૫૧,૦૦૦ આપી અને ત્યાર બાદ કટકે કટકે રૂ. ૨૦ લાખ આપેલ અને દસ્તાવેજ રૂ. ૪૮ લાખનો કરવાનું નકકી કરી બાકી રહેતી રકમ રૂ. ૬૧ લાખનો સાટાખત રજીસ્ટર કરતી વખતે આપવાનો વાયદો કરી આવી રકમ આપવી ન પડે તે માટે મૃતક કમલેશભાઈ ઉપર ખોટા આક્ષેપો વાળી અરજી ક્રાઈમ બ્રાંચમાં કરેલ અને જો સાટાખત નહી કરી. આપેતો મૃતકને જોઈ લેશે તેમ ધમકી આપી બંન્ને આરોપીઓએ એક-બીજાની મદદ કરી છેતરપીંડી અને બળજબરી કરી રૂ. ૬૧ લાખ આપેલ ન હોવા છતા યેનકેન  કારે સાટાખત રજીસ્ટર કરી આપવા દબાણ કરતા ગુજરનારને તેમની મરણમુડી સમાન મિલ્કત આરોપીઓ પચાવી પાડશે અને તેના કારણે તેમના સંતાનોના લગ્ન અટકી પડશે.  તેવું જાણતા હોવા છતા તકનો લાભ લઈ મરનારને તેમનંું મકાન આપી દેવા દબાણ કરતા કંટાળીને મૃતક કમલેશભાઈએ પોતે તેમના પુત્ર અંકીતને અને પુત્રી એકીતાને કોરોનાની દવા હોવાનું કઈ ઝેરી દવા પીવડાવી દઈ પોતે પણ ઝેરી દવા પી ગયા હતા અને સારવાર દરમ્યાન ત્રણેયના મૃત્યુ નિપજતા પોલિસમાં દિલિ કોરાટ તથા રાજેશ વોરા વિરૂધ્ધ આપધાતની ફરજ પાડવા સંબધેની ફરીયાદ મૃતકના ભાઈ કરશનભાઈ દ્રારા નોંધાવેલ હતી.

આરોપીઓ વિરૂઘ્ધ ફરીયાદ નોંધાતા પોલીસ દ્રારા આરોપી દિલીપ જીવરાજ કોરાટ રહે.ઉદયનગર ૧૫૦ ફટ. રિંગ રોડ વાળાને તા.૦૮/૦૫/૨૦૨૧ ના રોજ અટક કરી જેલ હવાલે કરતા આરોપી દિલીપે જામીન પર મુકત થવા રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરેલ હતી જે અરજી સેશન્સ અદાલતે ફગાવી દેતા આરોપી દિલીપ કોરાટ દ્વારા ગુજરાત હાઈકોટમાં જામીન અરજી દાખલ કરેલ હતી જે અરજી ગુજરાત હાઈકોટ સમક્ષ સુનવણી અર્થે આવતા મૃતક પરીવાર વતી એડવોકેટ ખિલન ચાંદ્રાણીએ ગુજરાત હાઈકોટને કેસની ગંભીરતા અને એફ.આઈ.આર. ના કથનોની સત્યતા દર્શાવી જામીન અરજીનો સખત વિરોધ કરેલ હતો જે રજુઆતો ગ્રાહય રાખી હાઈકોટે જામીન અરજી નામંજુર કરવાનું વલણ અપનાવતા આરોપીએ જામીન અરજી પરત ખેંચી લીધેલ હતી.

આ કામમાં મુળ ફરીયાદી (મૃતક પરીવાર) વતી હાઈર્કોટમાં એડવોકેટ ખિલન ચાંદ્રાણી તથા નિલય ઠાકર રોકાયેલા હતા.

(3:57 pm IST)