Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

રાજકોટ શહેર-જીલ્લામાં ૩૯ હજાર મેટ્રીક ટન ચણાની ખરીદી કરાઇ ૪૦ હજાર ખેડૂતો આવ્યાઃ ૧૮૦ માંથી ૧૪૯ કરોડનું ચૂકવણું

ગઇકાલે ખરીદીનો છેલ્લો દિવસ હતોઃ હવે ઓડીટ બાદ ૩૪ કરોડની ચૂકવણી થશે

રાજકોટ તા. ૭ :.. રાજકોટ સહિત રાજયસભરમાં પુરવઠા નિગમ દ્વારા ચણાની ખરીદી છેલ્લા ૩ મહિનાથી ચાલી રહી હતી, જે પુરી થઇ છે, ગઇકાલે છેલ્લો દિવસ હતો, હવે બાકી રહેતી કરોડોની રકમની ચૂકવણી અંગે ફાઇનલ ઓડીટ કરાઇ રહયું છે.

રાજકોટ શહેર - જીલ્લામાં પુરવઠા નિગમના મામલતદાર શ્રી સખીયા, દ્વારા કુલ ૧૩ કેન્દ્રો ઉપર ખરીદી ચાલી રહી હતી, 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચણાની ખરીદીનો ગઇકાલે છેલ્લો દિવસ હતો, આપણા રાજકોટ જીલ્લામાં કુલ ૬૮ર૮૬ હજાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન થતા ૬પ૦૩ર એસએમએસ મોકલાયા હતાં, તેમાંથી ૪૦ હજારને ૧૯ ખેડૂતો વેચાણ માટે આવ્યા હતા, અને તેમની પાસેથી કુલ ૩૮૪૬૧ મેટ્રીક ટન ચણાની ખરીદી કરાઇ હતી.શ્રી સખીયાએ જણાવેલ કે કુલ ૭૭૦ થી ૧૯૦ કરોડની ખરીદી કરાઇ તેમાંથી ૩૦૩૪૮ ખેડૂતોને ૧૪૯.૪૬ કરોડનું ચુકવણું કરી લેવાયું છે, હવે ૩૪ કરોડનું ચૂકવણું ટૂંકમાં કરી દેવાશે, પ૯ ખેડૂતોનો માલ રીજેકટ કરાયો હતો. ૭ લાખ ૬૯ હજારથી વધુ બેગની ખરીદી કરાઇ છે.

(3:55 pm IST)