Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ઢેબર રોડ પર એકટીવામાંથી દારૂની ત્રણ બોટલ સાથે કૌશીક પકડાયો

ભકિતનગર પોલીસ દારૂ અને એકટીવા મળી

રાજકોટ,તા. ૭: ઢેબર રોડ પર કાંતાસ્ત્રી વિકાસ ગૃહ પાસેથી ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એકટીવામાંથી દારૂની ત્રણ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ઢેબર રોડ પર એક શખ્સ એકટીવામાં દારૂ સાથે ઉભો હોવાની ભકિતનગર પોલીસ મથકના કોન્સ. રવિભાઇ બાવળવાને બાતમી મળતા પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.જે.કામળીયા, હેડકોન્સ. રણજીતસિંહ, રવિભાઇ, રણજીતસિંહ તથા રાજેશભાઇ સહિતે ઢેબર રોડ કાંતા સ્ત્રી વિકાસ ગૃહની બાજુમાં બેંક પાસેથી જીજે૩એલઇ ૫૯૮૫ નંબરના એકટીવામાંથી રૂ. ૧૫૦૦ની કિંમતની દારૂની ત્રણ બોટલ સાથે કૌશીક વલ્લભભાઇ ગોહેલ (ઉવ.૩૨) (રહે. અંકુશ મેઇન રોડ સીટી સિલ્વર ફલેટ નં. ૭૦૫)ને પકડી લીધો હતો.

દારૂની બે બોટલ સાથે બે પકડાયા

માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.એલ મહેશ્વરી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ગોકુલધામ સોસાયટીના બગીચા પાસેથી જીજે૩સીઇ૩૩૭૩ નંબરના બાઇક પર નીકળેલા યશપાલસિંહ કિશોરસિંહ ગોહિલ (ઉવ.૨૮) અને વિજય હીરાભાઇ ડુમોલીયા (ઉવ.૩૫) (રહે. મીરામ્બીકા સ્કુલ પાસે) ટપુભવાન મેઇન રોડને દારૂની બે બોટલ સાથે પકડી લીધા હતા.

(3:55 pm IST)