Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

શહેર ભાજપની સંગઠન સંરચના બાદ આજે અને કાલે વિવિધ વોર્ડમાં પ્રથમ કારોબારી

રાજકોટ, તા. ૭ :  શહેર ભાજપ  પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક કક્ષાએ પાર્ટીની વચ્યુઅલ કારોબારી બેઠક પૂર્ણ થયેલ છે. ત્યારબાદ મહાનગર ભારતીય જનતા પાર્ટીની વર્ચ્યુઅલ કારોબારી બેઠક યોજાઇ હતી. ત્યારબાદ હવે શહેરનાં ૧ થી ૧૮ વોર્ડમાં ભાજપ દ્વારા પ્રથમ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત આજે વોર્ડ નં. ૧ માં રંભામાં ની વાડી, વોર્ડ રમાં સેન્ટ ગાર્ગી સ્કુલ, વોર્ડ ૩માં જ્ઞાનદીપ વિદ્યાલય વોર્ડ નં. ૪માં વિવાહ પાર્ટી પ્લોટ, વોર્ડ પ માં સરસ્વતી વિદ્યા મંદિર વોર્ડ ૬માં ગોકુલ સ્કુલ, વોર્ડ ૭માં નાગર બોર્ડીંગ વોર્ડ નં. ૮માં હરીહર હોલ, વર્ચ્યુઅલ કરોબારીમાં આવતીકાલે વોર્ડ નં. ૯માં તુલસીબાગ વોર્ડ ૧૦માં પારસ હોલ, વોર્ડ ૧૧માં જયોતિ કોમ્પ્લેક્ષ, વોર્ડ ૧રમાં ઉદ્ગમ સ્કુલ, વોર્ડ ૧૩ માં સોમનાથ હોલ, વોર્ડ ૧૪માં દરજી જ્ઞાતિની વાડી, વોર્ડ ૧પ ચુનારાવાડ ચોક, વોર્ડ ૧૬માં કર્મજયોત વિદ્યાલય વોર્ડ ૧૭માં વિનોદભાઇ શેઠ હોલ, વોર્ડ નં. ૧૮માં પ્રમોદાબેન કોટેચા સ્કુલ ખાતે કારોબારી બેઠક યોજાશે. જેમાં શહેર ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. તેમ અંતમાં કમલેશ મીરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું.

(3:54 pm IST)