Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ચૂંટણી ખર્ચના હિસાબો નહી રજૂ કરનારા...

રાજકોટ-ગોંડલ-જસદણ તાલુકા પંચાયતની ચૂંટણીના ૧૮ ઉમેદવારો પર તોળાતા કડક પગલા

હવે પછી ચૂંટણી ન લડી શકે ત્યાં સુધીના પગલાનો નિર્દેશ

રાજકોટ, તા. ૭ :. તાજેતરમાં યોજાયેલી રાજકોટ અને ગોંડલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉભા રહેલા ૧૮ જેટલા ઉમેદવારોએ રીટર્નીંગ ઓફિસરોને તેઓના ચૂંટણી ખર્ચનાં હીસાબો રજૂ કર્યા નહીં હોવાથી આવા ઉમેદવારો સામે કડક પગલા લેવાનાર હોવાના નિર્દેશો મળી રહ્યા છે.

આ અંગે કલેકટર તંત્રના સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ, ગોંડલ, જસદણ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૦૨૧માં ઉમેદવારી કરનારા કુલ ૧૮ જેટલા ઉમેદવારોને અવારનવાર ટેલીફોનિક તેમજ લેખિત નોટીસ આપવા છતા આજદિન સુધી ચૂંટણી ખર્ચના હિસાબો રજુ કરેલ ન હોવાથી ઓનલાઈન અપલોડ કરેલ નથી.

જે ઉમેદવારો હિસાબ રજૂ નથી કર્યા તેમાં ગોંડલ તાલુકાના શિલ્પાબેન વિજયભાઈ ડાંગર, સુમીતાબેન કિશોરભાઈ સોરઠીયા, લલીતાબેન મનસુખભાઈ ખોખાણી, ધૃપલભાઈ જગદીશભાઈ કાવઠીયા, લાખીબેન જીલાભાઈ સુસરા, ચંપાબેન ધીરજલાલ ખાતરા વગેરેનો સમાવેશ થાય છે.

જ્યારે જસદણ, રાજકોટના જે ઉમેદવારોએ હિસાબો નથી આપ્યા તેવા ઉમેદવારોમાં જસદણના ૫-ભાડલા  જિ.પં.ના રાઘવભાઈ નાનજીભાઈ સરસણીયા, જસદણના ૫-ભાડલા જિ.પં.ના પીયુષભાઈ ધીરજલાલ ડોબરીયા, રાજકોટના ૬-ભૂપગઢ તા.પં.ના શૈલાબેન લખમણભાઈ સિંધવ, રાજકોટ ૭-ગઢકા તા.પ. કાજલબેન બાબુભાઈ રાઠોડ, રાજકોટના ૭-ગઢકા તા.પં. દયાબેન આલાભાઈ ગોહેલ, રાજકોટના ૭-ગઢકા તા.પં.ના રતનબેન જીવણભાઈ ચાવડા, રાજકોટના ૯-હલેન્ડા તા.પં.ના અરજણભાઇ  કાનજીભાઇ મકવાણા, રાજકોટના ૯-હલેન્ડા તા.પં.ના બાબુભાઇ સોમાભાઇ ચૌહાણ, રાજકોટના ૯-હલેન્ડા તા.પં.ના વિનોદભાઇ આલાભાઇ જાદવ, રાજકોટના ૧૧-કાળીપાટ તા.પં.ના લાભુબેન પુનાભાઇ રાઠોડ, રાજકોટના ૧૩-ખારચીયા તા.પં.ના રમેશભાઇ સામંતભાઇ ડાંગર, રાજકોટના ૧૭-લોધીકા તા.પં.ના સરોજબેન અશ્વીનભાઇ હાપલીયા વગેરેનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે આ તમામ ઉમેદવારો સામે હવે પછી તેઓ ચૂંટણી લડી ન શકે તે પ્રકારના કડક પગલા લેવામાં આવનાર હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.

(3:53 pm IST)