Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

RTEમાં ૭૩ હજાર બેઠક સામે ૧.૮૧ લાખ પ્રવેશ અરજી

રાજકોટમાં ૧૧૮૬૩ પ્રવેશ અરજી : તા.૧પમીએ પ્રથમ પ્રવેશ યાદી : સૌથી વધુ અમદાવાદમાં ૩૦૪૮ર અને સૌથી ઓછી અરજી ડાંગ જિલ્લા માત્ર ૪૭ ફોર્મ ભરાયા

રાજકોટ, તા. ૭ :  રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ ધો. ૧ માં પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ થઇ છે. ગુજરાત રાજયમાં રાઇટ ટુ એજયુકેશન (RTE) હોવાની ૭૩૪૯૯ બેઠકો સામે ૧ લાખ ૮૧ હજાર જેટલી પ્રવેશ વાંચ્છુક છાત્રોની અરજી થઇ છે. RTE હેઠળ નિયત બેઠક કરતા અઢી ગણા ફોર્મ ભરાયા છે.  રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ ભરાયેલા ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી છે. ૧૦ જુલાઇ સુધી ફોર્મ ચકાસણી થયા બાદ તા. ૧પ જુલાઇના પ્રવેશ માટેની પ્રથમ યાદી જાહેર કરાશે. આર.ટી.ઇ. હેઠળ સમગ્ર ગુજરાત રાજયમાં સૌથી વધુ અરજી ૩૦૪૮ર અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાંથી આવી છે. જયારે સૌથી ઓછી અરજી ડાંગ જિલ્લામાંથી આવી છે.

ગુજરાતના મહાનગરોમાંથી જ સૌથી વધુ અરજી આવી છે. જેમાં ૭ કોર્પોરેશન વિસ્તારમાંથી ૮૩ર૮પ પ્રવેશ માટે અરજીઓ આવી છે. જેમાં અમદાવાદમાં ૩૦૪૮ર, સુરત કોર્પોરેશનની ર૪૧૬૩, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાંથી ૧૧૮૬૩, વડોદરા કોર્પોેરેશન વિસ્તારમાંથી ૮૪૦પ, જામનગર કોર્પોરેશનમાં ૩૮ર૭, ભાવનગર કોર્પોરેશન વિસ્તારની ૩૬૯૩ અરજી રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ થઇ છે.

(3:20 pm IST)