Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

સફાઇ કામદારના વિવિધ પ્રશ્ને રજૂઆત

 રાજકોટ : મહાનગરપાલિકામાં કામ કરતા સફાઇ મિત્ર મંડળનાં સફાઇ કામદારોને છેલ્લા ૧ર વર્ષથી લઘુતમ વેતન અને બીજા સરકારી લાભો થી વંચિત રાખવા સહિતનાં પ્રશ્ને સફાઇ કામદાર વિવિધ યુનિયન દ્વારા દિલ્હી આયોગનાં સભ્યો અંજનાબેન પવારને  રૂબરૂ આવેદન પત્ર પાઠવી આ અંગે યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતમાં પારસ બેડિયા, અશોકભાઇ વાઘેલા, સુરેશભાઇ ચૌહાણ, અનિલભાઇ પ્રવિણભાઇ, શારદાબેન, હંસાબેન, અનિતાબેન, કાજલબેન, દીપકભાઇ, અશ્વિનભાઇ, રાજેન્દ્રભાઇ, ગીતાબેન, રાકેશભાઇ, કાંતાબેન, સવિતાબેન, અમૃતભાઇ, ભરતભાઇ, ગોવિંદભાઇ, વગેરે હાજર રહ્યા હતાં. તેમ રાજકોટ કામદાર યુનિયનનાં પ્રમુખ પારસ બેડીયાની યાદીમાં જણાવાયું છે.

(3:19 pm IST)