Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

લાયન્સ કલબ મીડટાઉન દ્વારા વૃક્ષારોપણ - ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ

 લાયન્સ કલબ મીડટાઉન દ્વાા તાજેતરમાં વૃક્ષારોપણ અને રોપાનું પ્લાન્ટેશન કરાવવા રોપા વિતરણનો કાર્યક્રમ નવાગામ બામણબોર ખાતે વોટરમેન ટ્રસ્ટના સહયોગથી યોજવામાં આવેલ. પ્રમુખ જે. કે. પટેલના હસ્તે દીપપ્રાગટય કરી આ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. જેમાં ડો. બકુલભાઇ વ્યાસ, સરપંચ જિલુભાઇ, ઉદ્યોગપતિ જયસુખભાઇ અઘેરા, ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ. જયારે ડાયાબીટીસ ચેકઅપ કેમ્પનું દીપપ્રાગટય કરી ઉદ્દઘાટન પાસ્ટ ડીસ્ટ્રીકટ ગવર્નર રમેશભાઇ ઘેટીયાના હસ્તે કરવામાં આવેલ. દર્દીઓને ફ્રી ઓફ ચાર્જ ચેકઅપ કરી ડાયાબીટીસ અને બી.પી.ની તપાસ ડો. ગરાળાએ કરી આપી જરૂરી દવાઓ આપી હતી. આ કેમ્પ મેડીકલ હેલ્થ સેન્ટર ખાતે યોજવામાં આવેલ. આ પ્રસંગે લાયન મિતેષભાઇ ચાવડા, લાયન ડો. મિલન રોકડ, લાયન સચીનભાઇ મણીયાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમ રીજીયોનલ ચેરમેન અરૂણભાઇ રોકડની યાદીમાં જણાવાયુ છે.

(3:18 pm IST)