Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

વોર્ડ નં. ૯ માં અદ્યતન કોમ્યુનિટી હોલ લોકાર્પણ માટે તૈયારઃ પદાધિકારીઓની મુલાકાત

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારાજુદા જુદા વિસ્તારોમાં વિકાસના કામો ચાલી રહેલ છે. આ વિકાસકામો  સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય અને પ્રોગ્રેસ રીપોર્ટની જાણકારી મળી રહે તે માટે સ્થળ મુલાકાત લેવામાં આવે છે. જે અનુસંધાને આજે વોર્ડ નં. ૯માં પેરેડાઈઝ હોલ પાસે, ગોપાલ ચોક નજીક, રૈયા રોડ પાસે રૂ.૮.૫૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ  અદ્યતન કોમ્યુનિટી હોલની સ્થળ મુલાકાતે મેયર ડાઙ્ખ.પ્રદિપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ દ્યવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ પુજારા, રાજકોટ શહેર ભાજપ મંત્રી રક્ષાબેન વાયડા, વોર્ડ નં.૦૯ કોર્પોરેટર દક્ષાબેન વસાણી, જીતુભાઈ કોટડીયા, વોર્ડ નં.૯ પ્રમુખ પ્રદિપભાઈ નિર્મળ, વોર્ડ નં.૦૯ મહામંત્રી હિરેનભાઈ સાપરીયા, વિરેન્દ્રભાઈ ભટ્ટ, શિક્ષણ સમિતિના સભ્ય જાગૃતિબેન ભાણવડીયા, સિટી એન્જીનીયર ગોહિલ વિગેરે ઉપસ્થિત રહેલ.ગ્રાઉન્ડ ફલોરમાં ૧૪૪૦.૦૦ ચોરસ મીટરમાં વિશાળ પાર્કીંગની સુવિધાનો સમાવેશ કરવામાં આવેલ છે. ફર્સ્ટ ફલોર તથા સેકન્ડ ફલોરમાં અંદાજીત ૭૦૦-૭૦૦ લોકોની ક્ષમતા ધરાવતો કોમ્યુનિટી હોલ જેમાં વર-વધુ માટે એટેચ ટોયલેટ સાથે અલગ-અલગ રૂમની વ્યવસ્થા તેમજ ડાઈનીંગ હોલ, સ્ટોર અને વોશિંગની સુવિધા રાખવામાં આવેલ છે.  એનર્જી ઇન્ફ્રીસીયન્સી માટે એલ.ઈ.ડી. લાઈટસ, સંપૂર્ણ હવા-ઉજાશ મળી રહે, તે મુજબનું સુવ્યવસ્થિત આયોજન  એક હોલ સેન્ટ્રલી એરકન્ડીશન (એ.સી.),  મોર્ડન એલીવેશન,  ડીઝલ જનરેટરની વ્યવસ્થા, પેસેન્જર લીફટ ૨-નંગ તથા કિચન માટે સર્વિસ લીફટ–૧ નંગ, ડબલ પ્લમ્બીંગ સિસ્ટમ, ફાયર સેફટી સિસ્ટમ સહિતની સુવિધા ઉપલબ્ધ.

(3:18 pm IST)