Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ભાજપ ડોકટર સેલના પ્રદેશ સંયોજકપદે ડો. અતુલ પંડયા

IMAના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સેવાને ચરિતાર્થ કરનાર જાણીતા પેથોલોજીસ્ટ ડો. અતુલ પંડયાને મહત્વની જવાબદારી સોંપતુ મોવડી મંડળઃ વ્યાપક આવકાર

રાજકોટ, તા. ૭ :. ગુજરાત પ્રદેશ ભાજપ ડોકટર સેલના સંયોજક પદે રાજકોટના ડો. અતુલ પંડયા અને ડો. ધર્મેન્દ્ર ગજ્જરની વરણી કરવામાં આવી છે.

રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં સેવાને આત્મસાત કરનાર અને કોઈપણ ક્ષેત્રે તબીબી સહાય માટે સતત અગ્રેસર રહીને સબળ નેતૃત્વ પુરૂ પાડનાર જાણીતા પેથોલોજીસ્ટ ડો. અતુલ પંડયાની ભાજપ ડોકટર સેલના પ્રદેશ સંયોજક પદેથી નિમણૂંક થતા તબીબોએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી છે.

વિદ્યાર્થીકાળથી જ સંઘ પરિવાર સાથે જોડાયેલા ડો. અતુલ પંડયાએ ભાજપમાં સક્રિય થઈને વિવિધ મહત્વની જવાબદારી સંભાળી હતી. જેમાં ૨૦૦૭માં રાજકોટ આઈએમએ પ્રમુખ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય, ૨૦૧૨માં ગુજરાત પ્રદેશ આઈએમએ પ્રમુખ, ૨૦૧૮માં ઈન્ડીયન મેડીકલ એસોસીએશન નેશનલના ઉપપ્રમુખ તેમજ ૨૦૨૦ ગુજરાત સરકારે બનાવેલી કોવીડ કૌર કમિટીમાં ટોચના પાંચ તબીબોની પસંદગીમાં ડો. અતુલ પંડયાની નિમણૂંક થઈ હતી. નેશનલ કોવીડ કૌર કમિટીમાં પણ ડો. અતુલ પંડયાએ કામ કર્યુ છે. કોઈપણ પૂર-હોનારત કે આફતના સમયે ડો. અતુલ પંડયા અને સેવાભાવી તબીબો સેવાયજ્ઞ કરે છે. સમગ્ર ગુજરાતમાં જાણીતા છે.

ડો. અતુલ પંડયાની ડોકટર સેલ ભાજપના સંયોજક પદે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલને નિમણૂંક કરતા ભાજપના આગેવાનો સર્વશ્રી અંજલીબેન રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી, મેયર પ્રદીપભાઈ ડવ સહિતનાએ આવકારી અભિનંદન પાઠવ્યા છે.

ડો. વિજય પોપટ, આઈ.એમ.એ. ગુજરાતના પ્રમુખ ડો. દેવેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ ડો. રશ્મી ઉપાધ્યાય, રાજકોટ આઈ.એમ.એ.ના પેટ્રન ડો. એસ.ટી. હેમાણી, ડો. ડી.કે. શાહ, ડો. પ્રકાશ મોઢા અને ડો. સુશિલ કારીયા, એડવાઈઝરી બોર્ડના ડો. ભરત કાકડીયા, ડો. ભાવિન કોઠારી, ડો. એમ.કે. કોરવાડીયા, ડો. અમિત હપાણી, ડો. હિરેન કોઠારી ઉપરાંત જાણીતા તબીબો ડો. કીર્તિ પટેલ, ડો. વલ્લભ કથીરીયા, ડો. કાંત જોગાણી, ડો. ચેતન લાલસેતા, ડો. નીતિન લાલ, ડો. યજ્ઞેશ પોપટ, ડો. દિપેશ ભાલાણી, ડો. ભાવેશ સચદે, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સિનીયર ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શનાબેન પંડયા, ફિઝીશ્યન એસોસીએશનના પ્રેસીડન્ટ ડો. પ્રશાંત ત્રિવેદી, ડો. આનંદ પોપટાણી, ડો. કિરીટ દેવાણી, ડો. રાજેશ તેલી, ડો. એલ.પી. ગણાત્રા, ક્રિટીકલ કેર એસોસીએશનના ડો. તુષાર પટેલ, ડો. અમિત પટેલ, ડો. મયંક ઠક્કર, ડો. જયેશ ડોબરીયા, ડો. તેજસ કરમટા સહિત તબીબી અગ્રણીઓ અને સમાજના આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવાય છે.

ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડો. પ્રફુલ કમાણી, સેક્રેટરી ડો. દુષ્યંત ગોંડલીયા, આઈ.પી.પી. ડો. જય ધીરવાણી, ઉપપ્રમુખ તરીકે ડો. દેવેન્દ્ર રાખોલીયા, ડો. પારસ ડી. શાહ, એડિટર ડો. અમીત અગ્રાવત, ટ્રેઝરર ડો. વિપુલ અઘેરા, જોઈન્ટ ટ્રેઝરર ડો. કમલેશ કાલરીયા, જોઈન્ટ સેક્રેટરી ડો. વિમલ સરાડવા, ડો. બિરજુ મોરી, એકઝીકયુટીવ કમિટીના ડો. મયંક ઠક્કર, ડો. જયેશ ડોબરીયા, ડો. તેજસ કરમટા, ડો. પિયુષ ઉનડકટ, ડો. રૂપેશ મહેતા, ડો. મમતાબેન લીંબાસીયા, ડો. મનિષાબેન પટેલ, ડો. હેતલ વડેરા, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. દર્શન સુરેજા, યંગ એકઝીકયુટીવ ડો. સંજય ટીલાળા, ડો. પરીન કંટેસરીયા, ડો. તુષાર પટેલ, ડો. રાજન રામાણી, ડો. જીજ્ઞેશ ભિમાણી, ડો. પ્રિયંકાબેન સુતરીયા, ડો. નિરાલી કોરવાડીયા, ડો. ચિંતન કણસાગરા, ડો. રાજેશ રામ, ડો. ચિરાગ બરોચીયા, ડો. નિકેત દોમડીયા, કો. ઓપ્ટ મેમ્બર ડો. રાજેશ સાકરીયા, ડો. ડેનિસ આરદેસણા, ડો. ઝલક ઉપાધ્યાય, ડો. મિલન રોકડ, ડો. આઝાદ ગુપ્તા, એડિટોરીયલ બોર્ડના ડો. વિમલ હેમાણી, ડો. સેજુલ અંટાળા, ડો. જીતેન્દ્ર પટેલ, ડો. કૃપાલ પુજારા, ડો. વિરલ જેઠવા, એફ.પી.એ. મેમ્બર તરીકે ડો. વી.બી. કાસુંન્દ્રા, ડો. કે.એમ. પટેલ, ડો. દિપક મહેતા, ડો. ભરત ચાવડા, ડો. કીરીટ કાનાણી, આઈ.એમ.એ. મહિલા વિંગના પ્રમુખ તરીકે ડો. સ્વાતીબેન પોપટ, સેક્રેટરી તરીકે ડો. વૃન્દા અગ્રાવત, ગુજરાત આઈ.એમ.એ.ના ડો. બિપીન પટેલ, ડો. અનિલ નાયક, ડો. કમલેશ શૈની, ડો. જીતેન્દ્ર પટેલ, મહેન્દ્રભાઈ દેસાઈ સહિત તબીબી જગત દ્વારા ડો. અતુલ પંડયાને અભિનંદન પાઠવી રહ્યા છે.

ડો. અતુલ પંડયાની ગુજરાત ભાજપ ડોકટર સેલના સંયોજક પદે નિમણૂંક થતા રાજકોટ ભાજપ ડોકટર સેલના સહકન્વીનર ડો. રાજેશ સાણજા, ડો. એમ.વી. વેકરીયા, જી.પી. ફેડરેશનના ડો. દેવર્ષ જોષી, ડો. દેવળીયા, ડો. ભરત વેકરીયા, ડો. નરેન્દ્ર વિસાણી, ડો. જયેશ રાજગુરૂએ શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા છે.

(3:17 pm IST)