Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મવડી વિનાયકનગરમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડો : આઠ મહિલા ઝડપાઇ

માલવીયાનગર પોલીસનો દરોડો : ૧૦ હજારની રોકડ કબ્જે

રાજકોટ,તા. ૭ : મવડી મેઇન રોડ વિનાયકનગરમાં મહિલા સંચાલીત ચાલતા જુગારધામ પર માલવીયાનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતી આઠ મહિલાઓને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ મવડી મેઇન રોડ વિનાયક નગરમાં એક મકાનમાં મહિલા જુગાર રમાડતી હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ હરપાલસિંહ જાડેજા તથા ભાવેશભાઇ ગઢવીને બાતમી મળતા વિનાયક નગર શેરી નં. ૭માં મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક નીતાબેન દિનેશભાઇ ચાવડા તથા મવડી ચોકડી પાસે કવાર્ટરમાં ભાડે રહેતા મીનાબેન પરસોતમભાઇ ખેમલાણી, ઉદયનગર -૨ શેરી નં. ૨ના સોનલબેન મહેશભાઇ ચૌહાણ, શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૭નાં ધર્મિષ્ઠાબેન જગદીશભાઇ ગુજરાતી, મવડી ગામના હંસાબેન રમેશભાઇ મેઘાણી, રૈયાગામ ઇન્દીરા આવાસ યોજના ૫૦ વારીયા કવાર્ટરના ભારતીબેન સંજયભાઇ રાઠોડ, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી શેરી નં. ૪ના મનીષાબેન જીતેન્દ્રભાઇ ચીત્રોડા,મવડી રોડ વિનાયકનગર શેરી નં. ૭ના દીવાળીબેન અમુભાઇ હુંબલને પકડી લઇ રૂ. ૧૦,૩૫૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઇ કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.કે.ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ, યુવરાજભાઇ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહિતભાઇ કુલદીપસિંહ, હિતેષભાઇ તથા કોન્સ. કાજલબેન ગઢાદરા દ્વારા કરવામાં આવી હતી.

(3:15 pm IST)