Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

૧૩ વર્ષની બાળાને પ્રેમજાળમાં ફસાવી અજય સોલંકી ભગાડી ગયો : અપહરણ-એટ્રોસીટીનો ગુનો

ચુનારાવાડના શખ્સ વિરૂધ્ધ યુનિવર્સિટી પોલીસની કાર્યવાહી

રાજકોટ,તા. ૭ : યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની બાળાને પ્રેમજાળમાં ફસાવી ચૂનારાવાડનો શખ્સ ભગાડી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની બાળા પરમદિવસે પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના માતા-પિતા સહિતના પરિવારજનોએ બાળાની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન પાડોશી વિજય ચતુરભાઇ સોલંકીનો ભત્રીજો અજય સંજયભાઇ સોલંકી (રહે. ચુનારાવાડ) ઘરે હાજર ન હોય તેની અજય બાળાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હોવાનું જાણવા મળતા બાળાના પિતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજય સોલંકી (દેવીપૂજક) વિરૂધ્ધ અપહરણ અને એટ્રોસીટી એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:15 pm IST)