Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

યુવા ભાજપ દ્વારા કાલે પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટનું સ્વાગત સન્માન

રાજકોટ,તા. ૭ : મહાનગર મેયર અને શહેર યુવા ભાજપ અગ્રણી ડો.પ્રદીપ ડવ, પૃથ્વીરાજસિંહ વાળા, પરેશ પીપળીયા તથા શહેર યુવા ભાજપ મહામંત્રી કિશન ટીલવાની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ આવતીકાલે પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ રાજકોટ ખાતે આવી રહ્યા છે.

ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનાં માર્ગદર્શન હેઠળ શહેર યુવા ભાજપ દ્વારા કાલે ગુરૂવારે સવારે ૧૧ કલાકે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે તેમજ બપોરે ૧૨ ગોંડલ રોડ ચોકડી ખાતે સ્વાગત કરવામાં આવશે. જેમાં શહેર યુવા ભાજપનાં તમામ શ્રેણીનાં કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાશે.

(3:15 pm IST)