Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પરથી ભુલી પડેલી નેપાળની યુવતી મળી

રેલવે પોલીસે વાલી વારસની શોધખોળ હાથ ધરી

રાજકોટ તા. ૭: શહેરના રેલવે સ્ટેશનમાંથી રેલવે પોલીસને એક ભુલી પડેલી યુવતી મળી આવતા તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નં. ૧ પરથી ગઇકાલે એક ૧૮ વર્ષની યુવતી રેલવે પોલીસને મળી આવતા પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ અનુ નર (બોહરા) (ઉ.વ. ૧૮) જણાવ્યું હતું અને પોતે નેપાળની હોવાનું જણાવ્યું હતું. તે રાજકોટની આસપાસના વિસ્તારમાં રહે છે તે વિસ્તારની તેને ખબર નથી. આથી રેલવે પોલીસ મથકના એએસઆઇ હરવિજયસિંહ ગોહીલ તથા રાઇટર સંતોષભાઇએ યુવતીના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. જો કોઇ આ યુવતીના વાલી વારસ હોય તો રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન ફોન નં. ૦ર૮૧-ર૪૪૩પ૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:14 pm IST)