Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ભાજપ દ્વારા યોગ ગુરૂઓનું સન્માન

 દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સામુહીક યોગ માટે કરેલ પહેલને સાર્થક કરી રહેલ યોગગુરૂઓને સન્માનીત કરવાનો એક કાર્યક્રમ શહેર ભાજપ દ્વારા યોજવામાં આવ્યો હતો. હમણા જ આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો. ત્યારે તેને અનુલક્ષીને શહેરના તમામ વોર્ડમાં ૩૬ સ્થાનો પર યોગના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં સેવા આપનાર યોગ ગુરૂઓને ભાજપ કાર્યાલય ખાતે નિમંત્રિત કરી સન્માન કરાયુ હતુ. યોગગુરૂઓ વતી અનિલ ત્રિવેદીએ પ્રાસંગીક વકતવ્ય આપ્યુ હતુ. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતમાં યોજાયેલ આ કાર્યક્રમમાં જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ડો. પ્રદીપ ડવ, પુષ્કર પટેલ, રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા, પરેશ હુંબલ, અનિલભાઇ પારેખ, કિરણબેન માંકડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:14 pm IST)