Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

પુરવઠાએ ૧૦૦ દુકાનદારોને નોટીસ ફટકારીઃ કાલથી ૪૬ સામે કેસોની સુનાવણીઃ ૧ાા વર્ષ જૂની ફાઇલો ફરી ઉખેડાઇ

રાજકોટ તા. ૭ :.. રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રે કોરોના કાળ પહેલા અને તે સમયમાં શહેર-જીલ્લાની સંખ્યાબંધ દુકાનોમાં તપાસ કરી અનેક ગેરરિતીઓ ઝડપી લઇ લાખોનો મુદામાલ કબજે કર્યો હતો, આ પછી ચીફ સપ્લાય ઇન્સ્પેકટર શ્રી હસમુખ પરસાણીયા, ઇન્સ્પેકટર કિરીટસિંહ ઝાલા અને ટીમોએ ડીએસઓ શ્રી પુજા બાવડાને કેસો ચલાવવા અંગે રીપોર્ટ કર્યો હતો, પરંતુ  કોરોનાને કારણે આ તમામ ૧૦૦ જેટલા દુકાનદારો સામેની ફાઇલો અભેરાઇએ ચડાવી દેવાઇ હતી, પરંતુ ૧૦ દિ' પહેલા આ તમામ ફાઇલોની ફરીથી ધૂળ ખંખેરી ૧૦૦ માંથી ૪૬ દુકાનદારોને નોટીસો ફટકારાઇ છે, અને કાલથી બે દિવસ માટે આ તમામ સામે કેસો ચલાવાશે, કાલથી પુરવઠાની બ્રાંચમાં દુકાનદારો સવાર-સાંજ ઉમટી પડશે, જેમને નોટીસો ફટકારાઇ તે તમામનું લીસ્ટ આ મુજબ છે.

(1:06 pm IST)