Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

વિજયભાઇને સોળ આની અભિનંદન આપતા પંચાયત પ્રમુખ

ખેતીમાં ૧૦ કલાક વીજળીના નિર્ણયથી ખેડૂતોમાં ખુશી ઉગીઃ ભૂપત બોદર

રાજકોટ તા. ૭ : રાજયમાં વરસાદ ખેંચાતા રાજય સરકારે ખેતી માટે ૮ ના બદલે ૧૦ કલાક વિજળી આપવાનો નિર્ણય કર્યો તેને જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે આવકારીને મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા છે.

ભૂપત બોદરએ જણાવ્યું છે ભારત કૃષિ પ્રધાન દેશ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ખેડૂતલક્ષી અનેક પગલાઓ લેવાઇ રહ્યા છે.  હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતો માટે મુશ્કેલી સર્જાયેલ છે. વાવેતર બચાવવા પાણી જરૂરી છે. ખેડૂતોની વેદના સમજી ખેતી માટે રોજ ૮ કલાકના બદલે ૧૦ કલાક વિજળી આપવાનો નિર્ણય કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઇ અભિનંદનને પાત્ર છે.

(11:41 am IST)