Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

રાજકોટ મધ્યસ્થ જેલમાથી ડબલ મર્ડરનો પેરોલ રજા ઉપરથી ફરાર આરોપીને પકડી પડતી બોટાદ પેરોલ ફર્લો તથા એસ.ઓ.જી.ટીમ

રાજકોટ :પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા ગાંધીનગરનાઓ દ્વારા તા.૨૭/૦૬/૨૦૨૧થી તા.૦૬/૦૭/૨૦૨૧ સુધીની નાસતા ફરતા તથા પેરોલ પરથી ફરાર આરોપીઓને પકડવા માટેની સ્પેશીયલ ડ્રાઇવ રાખવામાં આવેલ જે ડ્રાઇવ અનુંસંધાને અશોક કુમાર,પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગરનાઓએ ડ્રાઇવ દરમ્યાન પેરોલ જમ્પ આરોપી પકડવા માટે ખાસ સુચના આપવામાં આવેલ હોય  જે સુચના અન્વયે અમલવારી કરવા અંગે  હર્ષદ મહેતા  પોલીસ અધિક્ષક બોટાદનાઓ દ્વારા જીલ્લાના તમામ અધિકારીઓને આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ તથા રાજદિપસિંહ નકુમ, વિભાગીય પોલીસ અધિકારી નાઓના માર્ગદર્શન મુજબ કામગીરીના ભાગરૂપે એસ.ઓ.જી.પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામીનાઓની સુચનાથી તા.૦૫/૦૭/૨૦૨૧ના નાઓની એ.એસ.આઇ. મુકેશભાઇ રાજાભાઇ પરમાર તથા આ.હે.કોન્સ ભારદ્વાજભાઇ કાળીદાસભાઇ રામાનુજ તથા એસ.ઓ.જી.શાખાના હે.કોન્સ ગોવિંદભાઇ કાળુભાઇ ગળચર તથા હે.કો. હિતેષભાઇ તખતસંગભાઇ સોલંકી એ રીતેના રાણપુર પો.સ્ટે.વિસ્તારમાં પ્રેટ્રોલીંગમાં હતા અને પ્રેટ્રોલીંગ ફરતા ફરતા રાણપુર તાલુકાના નાગનેશ ગામે આવતા આ.હે.કોન્સ ભારદ્વાજભાઇ કાળીદાસભાઇ રામાનુજ નાઓને બાતમી મળેલ કે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ ઉપર ફરાર આરોપી ઘનશ્યામભાઇ ઉર્ફે ઘનો પ્રભુભાઇ ધલવાણીયા( રહે.જોબાળા તા.ચુડા જી.સુરેન્દ્રનગર ) જોબાળાથી નાગનેશ બાજુ આવતો હોવાની હકિકત મળતા નાગનેશ ગામે જોબાળા રોડ ઉ૫ર આવેલ પ્રાથમિક આરોગય કેન્દ્ર પાસે વોચમાં હતા તે દરમ્યાન હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ નીકળતા તેને રોકી પુછપરછ કરતા પોતે પોતાનું નામ ઘનશ્યામભાઇ ઉર્ફે ઘનો પ્રભુભાઇ ધલવાણીયા (રહે. જોબાળા તા.ચુડા જી.સુરેન્દ્રનગર ) હોવાનું જણાવેલ મજકૂર ઇસમ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા ઉપરથી ફરાર હોવાની હકિકત જણાવતા જે અંગે રાજકોટ મધ્યસ્થ જેલ પોપટપરા ખાતે ખરાઇ કરતા રાજકોટ મધ્યસથ જેલના પાકા કામના આરોપી ઘનશ્યામભાઇ ઉર્ફે ઘનો  પ્રભુભાઇ ધલવાણીયા( રહે. જોબાળા તા.ચુડા જી.સુરેન્દ્રનગર) બોરતળાવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૭૩/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૦૨,૩૯૭,૧૧૪ મુજબના ગુન્હા ના કામે રાજકોટ મધ્યસ્થ જેલમાથી  ફરાર હોય જેથી મજકૂર ઇસમને હસતગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવા સારૂ રાણપુર પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.

(9:22 am IST)