Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

રાજકોટના સફાઈ કામદારોમાં નાના - મોટા પ્રશ્નો ૨૦ વર્ષથી કેમ પેન્ડીંગ? : મનપા ઉપર તોળાતી નોટીસ : રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ચેરપર્સન અંજના પવાર લાલઘૂમ

રાજકોટ : સફાઈ કામદારોના પુર્નવસન, આશ્રીતોને નોકરી, નવી ભરતી, આરોગ્ય સુરક્ષા, નવા સાધનો સહિતની સમસ્યાઓના ઉકેલ માટે આજે રાજકોટની મુલાકાતે આવેલા રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ચેરપર્સન અંજનાબેન પવારે પત્રકાર પરિષદમાં ઍવો નિર્દેશ આપ્યો હતો કે રાજકોટ મનપાના અધિકારીઓ સફાઈ કામદારોના નાની - નાની બાબતોના પ્રશ્નો પણ ૨૦-૨૦ વર્ષોથી નિકાલ કરી શકયા નથી. આ બાબતની નોîધ ગંભીરતાથી લેવાય છે અને આ બાબતે આયોગના માધ્યમથી તંત્ર સામે નોટીસની કાર્યવાહી પણ થશે.

તેમજ આવી બેદરકારી દાખવનાર અધિકારી સામે પણ બદલી સહિતના પગલા આવી શકે તેવો નિર્દેશ તેમણે આપ્યો હતો. તેઓઍ સફાઈ કામદારોના જીવન ધોરણને સ્પર્શતા આ તમામ પ્રશ્નોના ઉકેલ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ પત્રના માધ્યમથી રજૂઆત કરવામાં આવશે અને આ સમસ્યાઓનો મહત્તમ રીતે નિકાલ થાય તેવા પ્રયાસો કરવાની ખાત્રી પણ આપી હતી.

આ અંગે યોજાયેલ બેઠકમાં રાજકોટમાં સફાઈ કામદારોના હિત માટે કામ કરતાં વિવિધ સંગઠનો અને સંસ્થાઓના સભ્યોઍ ઉપસ્થિત રહી ચર્ચા - વિચારણા કરી હતી. બેઠકમાં કલેકટર શ્રી અરૂણ મહેશબાબુ તેમજ મ્યુ. કમિશ્નર શ્રી અમિત અરોરા પણ હાજર રહ્ના હતા અને જરૂરી વિગતો પૂરી પાડી હતી.

(6:12 pm IST)