Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

દાણાપીઠમાં દોઢ માસથી ૧પ૦ થી વધુ ટેલીફોનના ડબલાઓ બંધ!

ઓનલાઇન કંમ્પલેઇનમાં કોઇ કાર્યવાહી થતી નથી અને એક્ષચેન્જનો ફરીયાદ માટેનો ટેલીફોન કોઇ ઉપાડતું નથીઃ વેપારીઓમાં આક્રોશ

રાજકોટ, તા., ૭: શહેરની મધ્યમાં આવેલ દાણાપીઠમાં છેલ્લા દોઢક માસથી દોઢસોથી વધુ ટેલીફોનના ડબલાઓ બંધ થઇ ગયા બાદ કોઇ કાર્યવાહી ન થતા વેપારીઓમાં ભારે રોષ પ્રર્વતી રહયો છે.

દાણાપીઠના વેપારીઓના જણાવ્યા મુજબ દાણાપીઠ વિસ્તારમાં છેલ્લા દોઢેક માસથી દોઢસોથી વધુ ટેલીફોનના ડબલાઓ બંધ થઇ ગયા છે. સ્વામીનારાયણ શેરીમાં જ ૧૦ થી ૧પ વેપારીઓની ટેલીફોન સેવા ઠપ્પ છે. ટેલીફોનના ડબલા બંધ થઇ જતા વેપારીઓ બીએસએનએલમાં ઓનલાઇન કંમ્પલેઇન કરે છે પણ કોઇ કાર્યવાહી કરાતી નથી. એટલું જ નહિ વેપારીઓએ જયુબેલલી એકસચેન્જમાં કંમ્પલેઇન નંબરમાં ફોન કરે તો ત્યાં કોઇ ફોન રીસીવ કરતા નથી.

ટેલીફોન સેવા ઠપ્પ થઇ ગયા બાદ બીએસએનએલ દ્વારા ઓનલાઇન કે કમ્પલેઇન નંબરમાં કોઇ ફરીયાદ ન સંભળાતા વેપારીઓમાં ઉગ્ર રોષ ભભુકી રહયો છે. મોબાઇલ યુગમાં મોટા ભાગના વેપારીઓ હજુ લેન્ડલાઇન ટેલીફોન સેવાનો ઉપયોગ કરી રહયા છે. પરંતુ બીએસએનએલ દ્વારા ટેલીફોન સેવામાં સર્જાતી ખામી અંગે કોઇ કાર્યવાહી ન કરાતા વેપારીઓમાં ભારે રોષ પ્રવર્તી રહયો છે.

(4:07 pm IST)