Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

પાન-કોલ્ડ્રીંકસની દુકાન, બે ચાની હોટલ અને દૂધની ડેરી ખુલ્લી રાખનારા સહિત ૩૩ દંડાયા

રાજકોટ તા. ૬ :.. કોરોના મહામારી અંતર્ગત અનલોક-ર માં રાત્રે જાહેરનામાનો ભંગ કરનારા પાન-કોલ્ડ્રીંકસની દુકાન, બે ચાની હોટલ અને દૂધની ડેરી ખુલ્લી રાખનારા વેપારી સહિત ૩૩ લોકો સામે પોલીસે કાર્યવાહી કરી છે.

એ. ડીવીઝન પોલીસે ત્રિકોણ બાગ પાસેથી વિશાલ જયેશભાઇ ચાવડીયા, તથા બી. ડીવીઝન પોલીસે ઉત્સવ દિનેશભાઇ ઝાલાણી, નાસરબીન આબેદભાઇ આરબ, મહેબુબ અહેમદભાઇ અસીરી, થોરાળા પોલીસે ચુનારાવાડ ચોકમાંથી કેતન મગનભાઇ કુમાર ખાણીયા, કાદર અજીતભાઇ કૈડા, જુમાસા, નુરસા શાહમદાર, તથા ભકિતનગર કોઠારીયા રોડ કેદારનાથ ગેઇટની સામે ગેલેકસી પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ખુલ્લી રાખનાર હાર્દિક ગોવિંદભાઇ ડાભી, તથા ભકિતનગર પોલીસે નંદા હોલ ચોકમાંથી ગાત્રાળ ટી સ્ટોલ નામની દુકાન ખુલ્લી રાખનાર મોમ કરમણભાઇ ટોળીયા, ૮૦ ફુટ રોડ પરથી વિપુલ જયંતીલાલ રાણપરા, ચિંતન નીતિનભાઇ રાધનપુરા, પ્રકાશ જયંતીલાલ રાણપરા, તથા કુવાડવા રોડ પોલીસે સાત હનુમાન પાસેથી સુનિલ સુરેશભાઇ બાવળીયા, વિજય શામજીભાઇ મકવાણા, ભરત નારણભાઇ જોગવા, ગભા કુકાભાઇ રાણીંગા તથા આજીડેમ પોલીસે કોઠારિયા રોડ આજીડેમ પોલીસ સ્ટેશન સામેથી નયન હસમુખભાઇ કંસારા, સંજય કનૈયાલાલ માલાણી, માંડાડુંગર સરકારી દવાખાના સામેથી સચીન બહાદુરભાઇ વાઘેલા, ભાવનગર રોડ રવીવારી ગ્રાઉન્ડ સામે રોડ પરથી હેમત જગદીશભાઇ ચૌહાણ તથા માલવીયાનગર પોલીસે મવડી રોડ વિશ્વેશ્વર મંદિર પાસે રોડ પરથી રીક્ષામાં બેથી વધુ પેસેન્જર બેસાડનાર જયરાજ આષિશભાઇ મકવાણા, દોઢસોફુટ રીંગ રોડ પર મવડી ચોકડી પાસેથી ઉમેશ મુળજીભાઇ રાજાણી, કાલાવડ રોડ કોટેચા ચોક પાસેથી હર્ષિત દિનેશભાઇ વાઘેલા, ઉમીયા ચોક પાસેથી સંજય કાળુભાઇ વાઘેલા તથા પ્રનગર પોલીસે સદરબજાર મેઇન રોડ ગોકુલ ડેરી નામની દુકાન ખુલ્લી રાખનાર મોનીક પ્રવિણભાઇ જનવાર, તથા ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ અલ્કાપુરી મેઇન રોડ પર નવઘણ ચા નામની હોટલ ખુલ્લી રાખનાર નવઘણ વાલજીભાઇ બાંબા, તથા તાલુકા પોલીસે ૮૦ ફુટ રોડ પરથી અભય હરેશભાઇ તળપદા, પ્રીન્સ ચુનીભાઇ ઘેલાણી, જેનીશ જગદીશભાઇ ગરનારા, કાલાવાડ રોડ એ.જી.ચોક પાસેથી સીદીક હુસેનભાઇ મેતર, પુનીતનગર પાણીના ટાંકા પાસેથી મુનો વેરશીભાઇ સોલંકી, તથા યુનિવર્સિટી પોલીસે રામાપીર ચોકડી પાસેથી કિશન ભીખાભાઇ વસવેલીયા, અને સુરેશ ધારાભાઇ બાંભવાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:05 pm IST)