Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

રેનબસેરામાં વધુ એક નવું કોવીડ કેર સેન્ટર ઉભું કરવા કલેકટરની કવાયતઃ ર૦૦ બેડની સુવિધા

સ્ટાર - સીનર્જી-પરમ બાદ ક્રાઇસ્ટમાં પણ કોરોના દર્દી દાખલ થઇ શકશે : ગેરૈયા કોલેજમાં સેન્ટર શરૃઃ ૧૯ દર્દીને દાખલ કરાયાઃ હજુ બે ખાનગી હોસ્પિટલ વધશે

રાજકોટ તા. ૭: રાજકોટમાં કૂદકે ને ભૂસકે કોરોનાના કેસો વધતા જાય છે, પરીણામે કોર્પોરેશન અને કલેકટર તંત્ર દ્વારા ધડાધડ કોવીડ કેર સેન્ટરો નવા-નવા ઉભા કરાઇ રહ્યા છે.

આજે એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ ''અકિલા''ને જણાવ્યું હતું કે, હવે સીટીમાં વધુ એક નવું કોવીડ કેર સેન્ટર અમે બેડીનાકામાં કોર્ટ બીલ્ડીંગ પાછળ આવેલ રેનબસેરા ખાતે શરૂ કરવા કાર્યવાહી હાથ ધરી છે, જે પહેલા કોરન્ટાઇન સેન્ટર હતું ત્યાં ર૦૦ બેડથી વધુ સુવિધા છે, એટલે વાંધો નહિં આવે.

આ ઉપરાંત શહેરમાં ખાનગી હોસ્પીટલોમાં સ્ટાર સીનર્જી, પરમ બાદ ક્રાઇસ્ટ હોસ્પીટલ પણ ફરી આવરી લેવાઇ છે, અને ત્યાં કોરોનાના દર્દીઓ નિયત કરેલા ભાવ મુજબ દાખલ થઇ શકશે.

તેમણે જણાવેલ કે ગેરૈયા હોસ્પીટલ-ત્રંબા નજીક શરૂ થઇ ગઇ છે, ત્યાં સીડીએચઓનો સ્ટાફ ફાળવી દેવાયો છે, અને માઇનોર સીમટમ્સ દેખાતા હોય, યંગ હોય તેવા ૧૯ દર્દીને ત્યાં દાખલ કરાયા છે.

(3:16 pm IST)