Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

મ્યુ. કોર્પોરેશન દ્વારા કોવીડ-૧૯ કેસમાં એપાર્ટમેન્ટને કોરન્ટાઇન કરવામાં ભેદભાવ

કેટલાક સ્થળે માત્ર ફલેટને જ અને કેટલાક સ્થળે આખો એપાર્ટમેન્ટ કોરન્ટાઇન થાય છે : આરોગ્ય તંત્ર સ્પષ્ટ નીતિ જાહેર કરે : લોકમાંગ

રાજકોટ, તા. ૭:  શહેરમાં મ્યુ. તંત્ર દ્વારા કોવિડ-૧૯નાં કેસ સંદર્ર્ભે એપાર્ટમેન્ટને કોરન્ટાઇન કરવામાં ભેદભાવ રાખવામાં આવતો હોવાનાં આક્ષેપો સાથે ન્યુ. રાજકોટનાં શાલીગ્રામ જલારામ-૧ એપાર્ટમેન્ટનાં રહેવાસીઓને આ બાબતે તંત્ર સ્પષ્ટતા જાહેર કરે તેવી માંગ ઉઠાવી છે.

રજુઆતમાં જણાવાયું હતું કે હાલ રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રોજ રોજ કોરોનાના ઘણા બધા કેસો આવવા મંડયા છે. પશ્ચિમ વિસ્તારમાં એપાર્ટમેન્ટો ઘણા આવેલા છે. જેમાં કોઇ એક ફલેટના રહેવાસીનો કોરોના પોઝીટીવ કેસ આવે ત્યારે આખા એપાર્ટમેન્ટને કવોરાન્ટાઇન કરવા કે જે ફલેટમાં કોરોના પોઝીટીવ આવ્યો હોય તેની ઉપર નીચેના કેટલાક ફલેટ કવોરોન્ટાઇન કરવા કે ફકત તે એક જ ફલેટ કવોરોન્ટાઇન કરવો તેની સ્પષ્ટ નીતિ નક્કી નથી. હાલમાં જ પશ્ચિમ વિસ્તારમાં આવેલા કોરોના પોઝિટીવ કેસ બાબતમાં કોર્પોરેશન દ્વારા આખા બિલ્ડીંગ કવોરોન્ટાઇન કરવામાં આવેલ છે જયારે અમુક એપાર્ટમેન્ટમાં ફકત જે તે ફલેટ જ કવોરોન્ટાઇન કરવામાં આવે છે. જેને કારણે એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય રહેવાસીઓને ઘણી જ મુશ્કેલી ઉભી થાય છે.

છેલ્લા થોડા દિવસોમાં કોરોના પોઝીટીવ આવેલા કેસોમાં કોર્પોરેશનની આ ભેદભાવ ભરી નીતિ સ્પષ્ટ દેખાય છે. અમારા શાલીગ્રામ એપાર્ટમેન્ટ બિલ્ડીંગને કવોરોન્ટાઇન કરવામાં આવેલ તે જ દિવસે ગાર્ડન સીટી (સાધુ વાસવાણી રોડ) એપાર્ટમેન્ટમાં ૩ કેસો આવેલ તે આખુ બિલ્ડીંગ ન કરતા ફકત આજુબાજુના ફલેટોને જ કવોરોન્ટાઇન કરવામાં આવેલ.

મારૂતી મેનોર, વાલકેશ્વર વગેરે આખા એપાર્ટમેન્ટ કવોરોન્ટાઇન કરેલ છે. જયારે આજે દિવસોમાં આવેલ ''કિંગ્સ હાઇટ'' એપાર્ટમેન્ટમાં ફકત ૧ ફલેટ જ કવોરોન્ટાઇન કરવામાં આવેલ છે. આમ એપાર્ટમેન્ટ કવોરોન્ટાઇન કરવામાં આવેલ છે. આમ એપાર્ટમેન્ટ કવોરોન્ટાઇન કરવામાં કોર્પોરેશન ભેદભાવ ભરી નીતિ રાખે છે. જે ન કરતા સરકારશ્રીની ગાઇડલાાઇન મુજબ કાર્યવાહી કરવી જોઇએ.

વધુમાં જે એપાર્ટમેન્ટમાં કોરોના પોઝિટીવ કેસ આવે ત્યારે કોર્પોરેશન દ્વારા આખુ બિલ્ડીંગ સેનીટાઇઝ કરવામાં આવે છે. આમ છતાં કોર્પોરેશન દ્વારા બિલ્ડીંગ સેનીટાઇઝડ કરવામાં નથી આવ્યું. ફકત પ્રથમ દિવસે બિલ્ડીંગની આજુબાજુમાં સફેદ દવાના પાઉડરનો છંટકાવ કરી જતા રહેલ. આ બાબતે લગતાને વોર્ડ ઓફીસર, સેનેટરી, ઇન્સ્પેકટર તથા પર્યાવરણ ઇજનેરશ્રીને પણ રજુઆતો કરવામાં આવેલ પરંતુ હજુ સુધી કોર્પોરેશન દ્વારા કોઇ પગલા લેવામાં આવેલ નથી ત્યારે શાલીગ્રામ એપાર્ટમેન્ટના રહેવાસીઓની આપને નમ્ર અરજ છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને પહોંચાડશો જેથી ભવિષ્યમાં અન્ય એપાર્ટમેન્ટ ના રહેવાસીઓને મુશ્કેલીઓ પડે નહીં.

(3:14 pm IST)