Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ન્યારી - ૨ ડેમની ૨૦ ફુટની સપાટી પાર થતા ૬ દરવાજા ખોલ્યા

રાજકોટઃ રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકથી વરસી રહેલ અવિરત વરસાદની મહેરથી અનેક જળાશયો છલકાવા લાગ્યા છે.રંગપર પાસે આવેલ ન્યારી -૨ ડેમની સપાટી છલોછલ થતાં આજરોજ બપોરે ડેમના ૧૪ દરવાજા પૈકી હાલ ૬ દરવાજા પાંચ ફુટ સુધી ખોલવામાં આવ્યા હોવાનું સ્થળ પરના કન્ટ્રોલરૂમના સેકશન અધિક્ષકશ્રી કામલીયાએ જણાવાયું છે.ડેમની સપાટી ૨૦.૬૭ ફુટ છે. અને ઘનતા ૭૮૯૦ના લેવલને પાર કરતા સુરક્ષાને ધ્યાને લઇ દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા હતા. બપોરે ૧ થી ૪ વાગ્યા સુધીમાં ૨૦ *૩૦ ના છ દરવાજા ખોલતા ૧૯,૬૦૦ કયુસેક પાણીના પ્રવાહ સાથે ૧૨૯ મિલિયન ઘનફુટ પાણી છોડવામાં આવ્યું છે જે આજી ૬માં જશે. આસપાસના નિચાણ વાળા વિસ્તારમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

(12:55 pm IST)