Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

થોરાળામાંથી ૩૩૬ બોટલ દારૂ ભરેલી કાર સાથે સોહિલ ઉર્ફ મુરઘો પકડાયોઃ આબિદનું નામ ખુલ્યું

થોરાળાના કોન્સ. વિજય મેતા, જયદિપ ધોળકીયા અને યુવરાજસિંહ રાણાની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૭: દારૂના ધંધાર્થીઓ પર પોલીસની ધોંસ યથાવત રહી છે. થોરાળા પોલીસે થોરાળાના અમરાભાઇ બથવાર માર્ગ પરથી રૂ. ૧,૩૪,૪૦૦નો ૩૩૬ બોટલ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને પકડી લીધો છે. જ્યારે સપ્લાયર તરીકે જંગલેશ્વરના શખ્સનું નામ ખુલ્યું છે.

થોરાળાના કોન્સ. વિજયભાઇ મેતા, જયદિપભાઇ ધોળકીયા અને યુવરાજસિંહ રાણાની બાતમી પરથી વોચ રાખી જીજે૦૭એચકે-૧૯૨૧ નંબરની ટોયોટા કોરોલા કારને અમરાભાઇ બથવાર માર્ગ પર અટકાવી તલાશી લેતાં અંદરથી દારૂની ૩૩૬ બોટલો મળતાં કબ્જે કરી ચાલક સોહિલ ઉર્ફ મુરઘો અશરફભાઇ બેલીમ (ઉ.૨૪-રહે. જંગલેશ્વર-૧૫, મહેબૂબ પાન સામેની શેરી)ને અટકાયતમાં લઇ કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરાઇ હતી.

સોહિલની પોલીસે વિશેષ પુછતાછ કરતાં તેણે આ દારૂ જંગલેશ્વર-૨૪ના આબિદ ઉર્ફ પેટ્રોલ મોદી નામના શખ્સ પાસેથી લાવ્યાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડ, એસીપી જે. એચ. સરવૈયાની સુચના મુજબ પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ પી. ડી. જાદવ, હેડકોન્સ. ભુપતભાઇ વાસાણી, આનંદભાઇ પરમાર, કોન્સ. નરસંગભાઇ, કનુભાઇ, સહદેવસિંહ તથા જેને બાતમી મળી એ તમામ કર્મચારીઓએ આ કામગીરી કરી હતી.

માલવીયાનગર પોલીસે ચંદુને ૬ બોટલ સાથે પકડ્યો

માલવીયાનગર પોલીસે ગોંડલ રોડ આંબેડકરનગર મેઇન રોડ સ્કાયટેક એન્જીનિયરીંગ પાસેથી ચંદુલાલ નાનજીભાઇ રાઠોડ (ઉ.૩૫-રહે. આંબેડકરનગર)ને રૂ. ૨૪૦૦ના ૬ બોટલ દારૂ સાથે પકડી લીધો છે. આ શખ્સ કડીયા કામની મજૂરી કરે છે. તેની વિશેષ તપાસ થઇ રહી છે.પીઆઇ ચુડાસમાની રાહબરીમાં પીએઅસાઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. ભાવીનભાઇ, ભાવેશભાઇ, હરપાલસિંહ, મશરીભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(12:53 pm IST)