Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

પરમ દિવસે બોલેરો સાથે તણાયેલા યુવાન ભીખુભાઇ પટેલનો મૃતદેહ મળ્યો

જ્યાં તણાયેલ ત્યાંથી એકાદ કિ.મી. દૂરથી લાશ મળીઃ મૃતક એક બહેનથી મોટો અને અપરિણીત હતોઃ માતાથી અલગ રહેતો હતો

રાજકોટ તા. ૭: રણુજા મંદિર નજીક ખોખડદળ નદી પર વેલનાથપરાના પુલ પરથી પરમ દિવસે ધસમસતા પુરમાં બોલેરો પીકઅપ ગાડી તણાઇ ગઇ હતી. જેમાં ત્રણ યુવાનો હતાં. તે પૈકીના બે બચી ગયા હતાં. ત્રીજો ભીખાભાઇ બાબુલાલ પાંભર (ઉ.૩૫) નામનો મજૂર પટેલ યુવાન બોલેરો સાથે વહી ગયો હતો. જેનો  મૃતદેહ ગત મોડી સાંજે જ્યાં તણાયો હતો ત્યાંથી અડધો પોણો કિ.મી. દૂરથી મળી આવ્યો હતો.

લાતીપ્લોટ પાસે રોહીદાસપરામાં રહેતાં સુરેશ દુદાભાઇ રાઠોડને મરેલા ઢોર ઉપાડવાનો કોન્ટ્રાકટ હોઇ મરેલા ગાય-ભેંસ ઉપાડવા તેનો ડ્રાઇવર ભાવેશ શશીકાંત રાઠોડ (ઉ.૩૦) નીકળ્યો હતો. સાથે બે મજૂરો પ્રકાશ ગોવિંદભાઇ ચાવડા (ઉ.૨૨) અને ભીખાભાઇ બાબુલાલ પાંભર (ઉ.૩૫) પણ જોડાયા હતાં. ત્યારે વેલનાથપરા પુલ પર પહોંચ્યા તે વખતે પાણીનો જોરદાર પ્રવાહ વહેતો હોઇ ચાલુ વરસાદે તેમાંથી બોલેરો હંકારતા આગળ જઇ ગાડી ફસાઇ ગઇ હતી. પ્રકાશ અને ભાવેશ બચી ગયા હતાં. પરંતુ ભીખુભાઇ તણાઇ ગયો હતો. તેનો મૃતદેહ મળતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

મૃતક એક બહેનથી મોટો હતો  અને મજૂરી કરી એકલો જ રહેતો હતો. તેના માતા દિકરી-જમાઇ સાથે રહે છે. આજીડેમ પોલીસે એડી નોંધી કાર્યવાહી કરી હતી.

(12:52 pm IST)