Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

રાજકોટમાં પલાસ્ટીક થેલીના વેચાણ વપરાશ અંગે દરોડા :300થી વધુ દુકાનોમાં ચેકીંગ

રાજકોટ :રાજ્યભરમાં પ્લાસ્ટિકની થેલી પર પ્રતિબંધ છે.ત્યારે રાજકોટમાં પાનમસાલાની દુકાનમાં પ્લાસ્ટિક થેલીના વેચાણ મુદ્દે દરોડા પાડવામાં આવ્યા છે.રાજકોટના પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ઝોનમાં ટીમે દરોડા પાડયા છે.અને અંદાજિત 300થી વધુ દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે

(9:28 pm IST)
  • ખિસ્સાવાળા જેકેટમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્શોની સુરતના મહિધરપુરાથી ધરપકડ :બંને દમણથી ખિસ્સાવાળા જેકેટમાં દારૂની બોટલ લાવ્યા હતા :જેકેટ ઉપરાંત પગમાં પણ સેલોટેપ મારીને દારૂની બોટલો સંતાડીને લાવ્યા હતા.:આ બંને પાસેથી 96 જેટલી દારૂની બોટલ શરીર પરથી પોલીસે કબજે કરી access_time 1:34 am IST

  • સોમનાથ - પોરબંદર - લોકલ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા : વાંસજાળીયા રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવતાં સમયે બની ઘટના : તમામ યાત્રીઓ સલામત access_time 9:18 pm IST

  • વિશ્વ હિંદુ પરિષદે ફરીથી એકવાર અયોધ્યામાં રામ મંદિર બનાવવાના મુદ્દા અંગે સરકાર પર દબાણ કરવાનું શરૂ કરી દીધુ છે. વિહિપે સરકારને રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે ઓગસ્ટ, 2018 સુધીનો સમય આપ્યો છે. જો આનો કોઈ ઉકેલ નહિ નીકળે તો વિહિપ આને મોટા નેતાઓ સામે લઈ જશે જેમાં સંગઠનના શક્તિશાળી પદાધિકારીઓ સાથે સાધુ-સંતો પણ શામેલ હશે. access_time 1:19 am IST