Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

યુવા ભાજપ દ્વારા બાળકોની હોસ્પિટલમાં લીલા નાળીયેર વિતરણ

રાજકોટ : શહેર યુવા ભાજપના પ્રમુખ પ્રદીપ ડવ અને પરેશ પીપળીયાની આગેવાની હેઠળ ઓમ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી શહેરની સીવીલ હોસ્પિટલના બાળકોના વિભાગમાં લીલા નાળીયેરના પાણીનું વિતરણ કરાયુ હતુ. આ તકે વોર્ડ નં. ૩ ના પ્રમુખ હેમુભાઇ પરમાર, યુવા ભાજપના કુલદીપસિંહ જાડેજા, પૂર્વેશ ભટ્ટ, પાર્થરાજસિંહ જાડેજા, કિશન ટીલવા, અનિરૂધ્ધસિંહ ધાંધલ, માય   ઇન્ડિયા ટ્રસ્ટના સચીનભાઇ કોટક, હરેશભાઇ બોરીચા, સંદીપસિંહ પરમાર, અમીષ દક્ષિણી, વિરાજ મંડીયાએ સેવા આપી હતી. આ સેવાયજ્ઞમાં ઓમ સેવા ટ્રસ્ટના પ્રમુખ અભય નાંઢા, ઉપ પ્રમુખ રઘુવીરસિંહ ગોહીલ, હિતેષ જીંદાણી, નરેશ જામનાણી, સંદીપ ખેમાણી, કમલેશ ભકતાણી, મયુરીબેન ધામેચા, રાજેશ્વરી સોનેજી, સાગર ચાવડા, જયદીપ પોપટ, અનિલભાઇ જીંદાણી, હેરી આહુજા, કમલભાઇ જીવરાજાની, સી. પી. ગઢવી, કૈલાશ આહુજા, રવિ ખેતાણી, રવિ વાઘેલા, સંદીપ ઠોરીયા, જગદીશ વાઘેલા, પિયુષ નાંઢા, તુષાર ધામેલીયા, પરમાનંદ ગ્યાલાણી, હનીફ કટારીયા, ચંદ્રેશ કેશવાણી, ધવલ ચૌહાણ, કરન આહુજા, અંકિત રોહરા, પ્રયાગ પોપટ, ગૌરાંગ વ્યાસ, જીજ્ઞેશ ગોંડલીયા, અંકુર તલાટી, હરેશ બુધરાણી, નીલદીપ લોઢીયા, પંકજ જામનાણી, અમર આહુજા, નેશનલ ઝીન્ટો, રાજુભાઇ વસદાણી, ક્રિપાલસિંહ ગોહીલ, રાજુ નેભાણી વગેરે પણ સાથે સેવામાં જોડાયા હતા.

(4:31 pm IST)
  • મોરબીમાં ઝીકાયો એકાંતરા પાણીકાપ : શહેરની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમમાં પાણી થયું તળિયાજાટક : શહેરીજનોમાં ફેલાયું ઘેરી ચિંતાનું મોજું access_time 9:16 pm IST

  • દક્ષિણ ગુજરાતમાં દરિયાઇ પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠે વસતા માછીવારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન કરાયું છે. ભારે આગાહી વચ્ચે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે વરસાદી માહોલ વચ્ચે વલસાડ અને વાપી સહિતાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ શરૂ થયો હતો. બીજી તરફ અમેરલીના દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત એક કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે શનિવારે સાંજે ઘપમપુરમાં ત્રણ ઇંચ વરસાદ હતો. તો સુરતમાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી હતી. આ સાથે આસપાસના વિસ્તારોમાં 1થી 2 ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. access_time 1:20 am IST

  • વરસાદે સર્જી જાપાનમાં તારાજી : જાપાનના પશ્ચિમ વિસ્તારમાં જોરદાર પૂર તથા ભેખડો ધસી પડવાને કારણે આશરે ૫૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને સેકડો લોકો લાપતા થયા છે. મોટાભાગનાં મૃત્યુ હિરોશીમા પ્રદેશમાં થયાં છે. હિરોશીમા પ્રદેશમાં ગુરુવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને હજ્જારો ઘરોને નુકસાન થયું છે. આશરે 15 લાખ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હજ્જારો પોલીસ કર્મચારીઓ, ફાયર ફાઈટર્સ અને સૈનિકો શોધ તથા બચાવ કામગીરીમાં જોડાયા છે. આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. access_time 11:12 pm IST