Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

શહેરમાં પાનની દુકાનોમાં તંત્ર ત્રાટકયુ : ૧૭૧ કિલો પ્લાસ્ટીક જપ્ત

સોલીડ વેસ્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં ચેકીંગ : ૨૬૨ વેપારીઓને ૮૭ હજારનો દંડ

રાજકોટ તા. ૭ : 'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત કોર્પોરેશન ઘ્વારા શહેર માં સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુ થી કોઇ૫ણ ઝાડાઇના પાન માવા પ્લાસ્ટીક સંગ્રહ, વેચાણ, વ૫રાશ ૫ર મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા તાજેતરમાં જ સંપુર્ણ પ્રતિબંઘ ફરમાવેલ છે. જે અનુસંધાને રાજકોટ શહેરમાં ત્રણેય ઝોનમાં મહાનગરપાલિકાનિ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પાન-માવાની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

'હાલ મહાપાલિકા દ્વારા 'વન ડે વન વોર્ડ' સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવી રહેલ છે. પાન-માવાના પ્લાસ્ટીકને કારણે પણ શહેરમાં કચરો જનરેટ થાય છે તેમજ પર્યાવરણને પણ મોટું નુકશાન થાય છે. આવી સ્થિતિમાં પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ થાય તે જરૂરી છે' તેમ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડએ જણાવેલ છે. 'પ્લાસ્ટીકના કચરાનો લાંબા સમય સુધીનાશ થઇ શકતો નથી અને તેથી આપનું પર્યાવરણને બચાવવા શહેરીજનો પણ વહીવટી તંત્રને સહયોગ આપે તે ખુબ જ આવશ્યક છે.' તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ કોર્પોરેશનની ત્રણેય ઝોનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ પાનની દુકાનોમાં ચેકીંગ હાથ ધરી પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું જેની વિગત નીચે મુજબ છે.

વેસ્ટ ઝોન

પાન માવા પ્લાસ્ટીક વા૫રવા સામે પ્રતિબંઘ હોવા છતા વેસ્ટ ઝોન ખાતેના યુનીવર્સીટી રોડ, કાલાવડ રોડ, નાનામવા રોડ, ૧૫૦ ફુટ રોડ, મવડી રોડ, મવડી ગુરૂકુળ રોડ, ગ્રીન સીટી રોડ ૫ર આવેલ કુલ ૯૮ પાન માવા દુકાનો દ્વારા પાન માવા પ્લાસ્ટીક વ૫રાશ કરવામાં આવતા મુખ્યત્વે ખેતલાઆપા, પાનવાલા, જયસીયારામ, આશાપુરા, ડીલકસ, ગણેશ સેલ્સ એજન્સી, પી. ૫ટેલ સેલ્સ એજન્સી, ખોડીયાર પાન, સરદાર પાન, નીલેશ પાન, શિવમ પાન, વાડીનાથ ડીલકસ, શ્રઘ્ઘા સેલ્સ એજન્સી, રાકેશ સેલ્સ એજન્સી, કે.પટેલ એજન્સી, મોમાઇ ડીલકસ, પટેલ પાન, દિ૫ પાન, ગેલેકસી પાન, પ્રીન્સ પાન, શુભમ ડીકલસ પાન, ચંદન પાન, ઉમીયાજી પાન સહિત ૯૮ પાન માવા  દુકાનઘારકો પાસેથી ૫૧ કિલો પાન માવા પ્લાસ્ટીક જપ્ત કરી ૨૮ હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

આ કામગીરી કમિશ્નરશ્રીના આદેશ અન્વયે ઇસ્ટ  ઝોન નાયબ કમિશ્નર શ્રી ગણાત્રાના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના નાયબ ૫ર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવરની દેખરેખમાં કુલ ત્રણ ટીમો મારફત મદદનીશ ઇજનેર ભાવેશ ખાંભલા, રાકેશ શાહ ની હાજરીમાં વેસ્ટ ઝોન સેનેટરી ઇન્સ્પેકટર કેતન લખતરીયા પીયુષ ચૈાહાણ, સંજયભાઇ દવે, તથા એેસ.એસ.આઇ સંજય ચાવડા, બાલાભાઇ, ઉદયસિંહ તુવરા, વિશાલભાઇ મયુરભાઇ, વિમલભાઇ, ગૈાતમભાઇ નિતીનભાઇ, ભાવનાબેન વગેરે દ્વારા કરવામાં આવેલ છે.

ઇસ્ટ ઝોન

પુર્વ-ઝોનનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પુર્વ-ઝોનમાં આવેલ કુવાડવા રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, કોઠારીયા રોડ, હરીધવા માર્ગ  વગેરે પર ૪૧ દુકાનોમાંથી ૮૦.૫૧ કિલો પ્લાસ્ટીક જપ્ત કરી ૧૭ હજારનો દંડ વસુલ્યો હતો.

ઉકત કામગીરી કમિશ્નરની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નર સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેર જીજ્ઞેશ વાઘેલા તથા વોર્ડના એસ. આઈ. ડી. કે. સીંધવ,  પ્રફુલ ત્રિવેદી, એમ. એ. વસાવા, એન. એમ. જાદવ, ડી. એચ. ચાવડા તથા વોર્ડના એસ. એસ. આઈ.  પ્રભાત બાલાસરા, અશ્વિન વાઘેલા, એચ. એન. ગોહેલ, પ્રતિક રાણાવસિયા, પ્રશાંત વ્યાસ, ભરત ટાંક, જે.બી.વોરા, જય ચૌહાણ તથા ભુપત સોલંકી ધ્વારા કરવામાં આવેલ હતી. 

સેન્ટ્રલ ઝોનમાં ૩૮ કિલો પ્લાસ્ટીક જપ્ત

સ્વચ્છ ભારત મિશન અંર્તગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે,  તા.૭ના રોજ  મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મઘ્ય ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઈન્સપેકટર તથા સેનેટરી સબ ઈન્સપેકટર ની ટીમ દ્વારા પ્રતિબંધિત પાન–માવા–ફાકી નું પ્લાસ્ટીક ચેકીંગ  તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન ગોંડલ રોડ, જંકશન રોડ, મંગળા રોડ, ટાગોર રોડ, સહકાર રોડ, કરણપરા, યાજ્ઞિક રોડ, લીમડા ચોક, વિધાનગર રોડ, લાખાજીરાજ રોડ પર કુલ–૧ર૩ આસામીઓ પાસેથી ૩૮.૮૦૦ કી.ગ્રા. જેટલુ પ્રતિબંધિત પાન–માવા–ફાકીનું પ્લાસ્ટીક તથા  રૂ.૪૧,૩પ૦ જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે. 

ઉપરોકત કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઈજનેર નિલેશભાઈ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી વલ્લભભાઈ એમ. જીંજાળા, મદદનીશ પર્યાવરણ ઈજનેર ખેવનાબેન વકાણી, સેનીટેશન સુપ્રિટેન્ડ એચ.એમ.પટેલ ના માર્ગદર્શન હેઠળ મઘ્ય ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઈન્સપેકટર તથા સેનેટરી સબ ઈન્સપેકટર  દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ, પ્રતિબંધિત પાણીના પાઉચ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.

'પ્લાસ્ટીકના કચરાનો લાંબા સમય સુધીનાશ થઇ શકતો નથી અને તેથી આપનું પર્યાવરણને બચાવવા શહેરીજનો પણ વહીવટી તંત્રને સહયોગ આપે તે ખુબ જ આવશ્યક છે.'

બંછાનિધિ પાની

'પાન-માવાના પ્લાસ્ટીકને કારણે પણ શહેરમાં કચરો ઉત્પન્ન થાય છે તેમજ પર્યાવરણને પણ મોટું નુકશાન થાય છે. આવી સ્થિતિમાં પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ થાય તે જરૂરી છે.'

 ઉદયભાઈ કાનગડ

(4:21 pm IST)