Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

કાશ્‍મીરાબેને બંધારણીય નિર્ણય પોતાના હિત સાધવા લીધો

હાઇકોર્ટના નિયમોનું પાલન કરો, બંધારણની મર્યાદામાં રહી ચુંટણીના નિયમો જાહેર કરે : હિતેષ વિઠ્ઠલાણી

 રાજકોટઃ તા.૭, લોહાણા અગ્રણી હિતેષ વિઠ્ઠલાણીએ એક યાદીમાં જણાવ્‍યું છે કે રાજકોટ તથા ગુજરાતના સમગ્ર લોહાણા સમાજમાં અત્‍યંત ચકરારી રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્‍ટની ચુંટણી પ્રકરણમાં કાર્યકારી પ્રમુખ કાશ્‍મીરાબેન નથવાણી તથા ચુંટણી અધિકારી તરીકે નિમાયેલ અગ્રણી રઘુવંશી આગેવાન શ્રી રામભાઇ બરછાએ ચેરીટી કમિશ્નર રૂબરૂ લેખીત પુરશીષથી એવુ જાહેર કરેલ કે આ કામના ટ્રસ્‍ટના તથા સમાજના ભવિષ્‍યના હિતમાં કોઇ વાદ-વિવાદને અવકાશ ન રહે તે રીતે બંધારણની મર્યાદામાં રહી આગામી વર્ષોમાં ચુંટણીની કાર્યવાહીમાં કોઇપણ જતના વાદ વિવાદ વગર થઇ શકે તેવા શુભ આશયથી તમામ પક્ષકારો સમાધાનકારી વલણ અપનાવવા તૈયાર છીએ

 ઉપરોકત હકીકત જાહેર કરેલ હોવા છતા કાર્યકારી પ્રમુખ કાશ્‍મીરાબેન નથવાણીએ રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્‍ટના કાર્યકારી પ્રમુખના હોદાનો દુરઉપયોગ કરી, ૩૧ સભ્‍યોની એક કમીટીનું ગઠન કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. અને તે કમિટિ નવા બંધારણ ઘડવા જેવા નિર્ણય લેશે તેવો ગેરબંધારણીય નિર્ણય પોતાના અંગત હિત સાધવા માટે થઇને લીધેલ હોવાનું જાણવા મળેલ છે.

 વાસ્‍તવીક રીતે જોઇન્‍ટ ચેરીટી કમિશ્નર રૂબરૂ બંને પક્ષના વકીલો તથા અનેક લોહાણા અગ્રણીઓ પૈકી ભુતપુર્વ મેયરશ્રી જનકભાઇ કોટક, પ્રતાપભાઇ કોટક, જશુમતીબેન વસાણીની હાજરીમાં ચુંટણી ગેરબંધારણીય રીતે યોજતા હોવાનું કબુલ કરેલ તે જોતા કાશ્‍મીરાબેન નથવાણી પોતે પણ એક વકીલ પરિવારના હોઇ અને છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન રાજપા, કોંગ્રેસ તથા ભાજપ જેવા અલગ-અલગ પક્ષો સાથે જોડાયેલ હોય તેમને રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્‍ટના બંધારણનું યોગ્‍ય અર્થઘટન તથા તમામ નિતિનિયમોની જાણ હોવાનું માનવા રહેલ છે. તેમ છતા કયાં કારણોસર કાર્યકારી પ્રમુખ કાશ્‍મીરાબેન નથવાણી હાઇકોર્ટનો સ્‍પષ્‍ટ ચુકાદો હોવા છતા નામ  ગુજરાત હાઇકોર્ટના હુકમનો પણ અનાદર કરી પોતાના કાર્યકાળમાં ગેરકાયદેસર રીતે બંધારણમાં સુધારો કરવાનો પ્રયત્‍ન કરી રહેલ છે જે શ્રી કાશ્‍મીરાબેન નથવાણી પ્રત્‍યે લોહાણા સમાજની અંદર સ્‍પષ્‍ટ આશંકાઓ ઉત્‍પન્ન કરે છે.

 આ જાહેર  પત્રથી હું એક લોહાણા જ્ઞાતિનો સામાન્‍ય સભ્‍ય તરીકે કાર્યકારી પ્રમુખશ્રી કાશ્‍મીરાબેન નથવાણીને જાહેર વિનંતી કરૂ છું કે નામ ગુજરાત હાઇકોર્ટના હુકમનું યોગ્‍ય રીતે પાલન કરે તેમજ તાજેતરમાં જોઇન્‍ટ ચેરીટી કમિશ્નરશ્રી સમક્ષ પોતાની સહિથી જે જાહેરાત કરેલ  છે. તેનુ પણ ચુસ્‍તપણે પાલન કરે અને તાત્‍કાલીક બંધારણ મુજબ ચુંટણી જાહેર કરે તેવી નમ્ર વિનંતી સહ માગણી કરૂ છુ

મારી ઉપરોકત વિનતીં સહ માંગણી જો કાશ્‍મીરાબેન ન સ્‍વીકારે તો હુ જ્ઞાતિના તમામ આગેવાનો તથા ત્રણેય ચુંટણી કમિશ્નરશ્રીઓને પણ આ જાહેર પત્રથી વિંનતી કરૂ છુ કે શ્રી રામભાઇ બરછા, સુરેશભાઇ ચંદારાણા તથા શાંતુભાઇ રૂપારેલીયા તથા તેમના ત્રણ સહાયકો અનીલભાઇ વણજારા, શીલ્‍પાબેન પુજારા તથા રંજનબેન પોપટએ જોઇન્‍ટ ચેરીટી કમિશ્નરશ્રી સમક્ષ કરેલ લેખીત જાહેરાત મુજબ ટ્રસ્‍ટના બંધારણની મર્યાદામાં રહી પોતાની ચુંટણી કમિશ્નરશ્રીની હોદાની રૂએ મળેલ સતાનો  ઉપયોગ કરી તાત્ત્કાલીક બંધારણની મર્યાદામાં રહી ચુંટણીના નિયમો જાહેર કરે તથા ચુંટણી જાહેર કરે. તેમ હિતેષ વિઠ્ઠલાણીએ યાદીના અંતમાં જણાવ્‍યું છે.

(4:01 pm IST)