Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

શિક્ષણ મુદ્દે નિષ્‍ફળ ગયેલી સરકાર વિરૂધ્‍ધ એનએસયુઆઇ છેડશે ઉગ્ર આંદોલન

એનએસયુઆઇના ઇન્‍ચાર્જ રૂચી ગુપ્તા અને રાષ્‍ટ્રીય મહામંત્રી વર્ધન યાદવ આજે અમદાવાદઃ લડી લેવાનો દ્રઢ નિર્ધાર : એફઆરસી-રાઇટ ટુ એજયુકેશન અને શિક્ષીતમાં કેન્‍દ્ર સરકારના હાયર એજયુકેશ કાઉન્‍સીલ પ્રશ્ને રાજયવ્‍યાપી વિરોધઃ પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવીની સિંહ ગર્જના

રાજકોટ, તા., ૭: રાજયમાં શિક્ષણની કથળેલી પરીસ્‍થિતિ શિક્ષણના અધિકાર (આરટીઇ)ના અધુરા અમલ અને કેન્‍દ્ર સરકાર દ્વારા બિનજરૂરી હસ્‍તક્ષેપ સમાન હાયર એજયુકેશન કાઉન્‍સીલની દરખાસ્‍ત તથા ફી નિયંત્રણ કાયદામાં રાજય સરકારની કંગાળ કામગીરીના વિરોધમાં નેશનલ સ્‍ટુડન્‍ડ યુનિયન ઓફ ઇન્‍ડીયા (એનએસયુઆઇ) તુર્તમાં ઉગ્ર આંદોલનના મંડાણ કરશે. કોંગ્રેસની વિદ્યાર્થી સંસ્‍થાના ઇનર્જ રૂચી ગુપ્તા રાષ્‍ટ્રીય મહામંત્રી વર્ધન યાદવ અને પ્રદેશ પ્રમુખ મહીપાલસિંહ ગઢવીએ આજે આકરો ધ્રુજારો આપતા જણાવ્‍યું છે. શિક્ષણ માફીયાઓને નાથવામાં સદંતર નિષ્‍ફળ ગયેલી સરકાર વિરૂધ્‍ધ ઉગ્ર આંદોલનના મંડાણ થશે.

એન.એસ.યુ.આઇ.નાં ટોચના આગેવાનો આજે સાંજે પત્રકાર પરિષદમાં નિષ્‍ફળ કેન્‍દ્ર સરકાર ત્‍થા રાજય સરકારનો કાન આમળવા પ્રદેશ કક્ષાએથી ઉગ્ર આંદોલન કરવા ત્‍થા સરકારના કંગાળ પ્રદર્શનને વખોડવા તબકકાવાર વિરોધ પ્રદર્શનની માહિતી આપશે તે પૂર્વે એન.એસ.યુ.આઇ.ના પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવીને અકિલા સાથેની વાતચિતમાં જણાવ્‍યું હતું કે રાજય સરકાર શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ માફીયાઓ સમક્ષ રીતસરની ઘૂંટણીય઼ે પડી છે ત્‍યારે યુ.જી.સી.ના બદલે સરકારનું બિનજરૂરી વર્ચસ્‍વ અને હસ્‍તક્ષેપ માટેના પ્રયાસરૂપે હાયર એજયુકેશન કાઉન્‍સીલની રચના કરનાર છે તેનો સખત વિરોધ કરાશે.

મહિપાલસિંહ ગઢવીએ જણાવ્‍યું હતુ કે યુજીસીને રદ કરી કેન્‍દ્ર સરકાર શિક્ષિણક્ષેત્રે પોતાનો દબદબો રહે તે માટે તથા પોતાના માણસો ગોઠવી શિક્ષણક્ષેત્રનું વધુ નિકંદન કરી શકાય તેવા આશયથી હાયર એજયુકેશન કાઉન્‍સીલની દરખાસ્‍ત કરી રહી છે જે કોઇ કાળે ચલાવી નહી લેવાય આ અંગે રાજયવ્‍યાપી ઉગ્ર આંદોલનના મંડાણ થશે.

અકિલા સાથેની વાતચીતમાં શ્રી ગઢવીએ જણાવ્‍યું હતું કે શાળાઓ ફી નિયંત્રણના કાયદા એફઆરસીનું પાલન કરવામાં સદંતર નિષ્‍ફળ નિવડી છે. ઉલ્‍ટાના ગોળ ગોળ જવાબો આપી શાળા સંચાલકોને છટકબારીનો લાભ આપી રહી છે.

આકરી ફી તથા કમરતોડ ડોનેશન લઇને મહાનગરોમાં કારમી મોંઘવારીનો સામનો કરતા વાલીઓની ચિંતામાં વધારો કરતી સરકાર આઠ મહાનગરોમાં એફઆરસીનો કડક અમલ કરાવી શકતી નથી. શાળાઓએ એફઆરસી કમિટીમાં જવુ ફરજીયાત હોવા છતાં મોટાભાગની શાળાઓ છડેચોક નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને સરકાર તેને છાવરે છે.

અમુક શાળાઓને ત્રણ-ત્રણ નોટીસો આપવા છતાં કમીટીને કે રાજય સરકારને શાળા સંચાલકો ગાંઠતા નથી એન.એસ.યુ.આઇ.ના હલ્લાબોલ દરમ્‍યાન ખાત્રી આપનારાઓ પણ પાછળથી નિયમોનું કે ખાત્રીઓનું પાલન કરતા નથી.

(3:49 pm IST)