Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

વૈષ્ણવાચાર્યોની ઉપસ્થિતિમાં વૈષ્ણવો શાસ્ત્રીય ગાયન-વાદનથી રસતરબોળ

રાજકોટ હાર્મોનિયમવાદક વૈષ્ણવાચાર્ય શ્રી રસિકરાયજી મહારાજના પિતાશ્રી પ્રસિધ્ધ હાર્મોનિયમવાદક નિ.લી.ગો.શ્રી દ્વારકેશલાલજીની જયંતિના ઉપલક્ષમાં હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલ શાસ્ત્રીય સંગીતના વાદન તથા ગાયનના કાર્યક્રમમાં પ્રથમ ચરણમાં ગો.શ્રી. રસિકરાયજી મહારાજશ્રીએ હાર્મોનિયમ વાદન પ્રસ્તુત કર્યુ હતું. ત્યારબાદ ધ્રુપદ-ખયાલ શૈલીના પ્રખર વિદ્વાન પદ્મભુષણ ડો. ગો.શ્રી ગોકુલોત્સવજી મહારાજ (ઇન્દોૈર) તથા આત્મજ (પુત્ર) સંગીતાચાર્ય ડો. ગો.શ્રી વ્રજોત્સવજી મહોદયરી (ઇન્દોૈર), ના રાગ-મેઘ, રાગ મેઘ મલ્હાર, રાગ રામદાસી મલ્હાર, રાગ સુર મલ્હાર સતત દોઢ કલાક સુધીના શાસ્ત્રીય ગાયનના શ્રવણથી શ્રોતાઓ ઝુમી ઉઠયા હતા. શાસ્ત્રીય સંગીતના આ કાર્યક્રમમાં વલ્લભકુળના વૈષ્ણવાચાર્ય ગો.શ્રી વ્રજેશકુમારજી મહારાજ (લક્ષ્મીવાડી હવેલી), ગો.શ્રી ચન્દ્રગોપાલજી મહોદયશ્રી (ઉપલેટા), ગો.શ્રી વલ્લભલાલજી મહોદયશ્રી (જામનગર), ગો.શ્રી. અક્ષયકુમારજી મહારાજશ્રી (રોયલપાર્ક), ગો.વા. વ્રજાભરણ મહોદયશ્રી (અમદાવાદ), ગો.શ્રી પુરૂષોતમલાલજી(રસકુંજ હવેલી), ગો.શ્રી. રમણેશકુમારજી (રસકુંજ હવેલી), ગો.શ્રી. રસિકપ્રિયા વહુજી રસિકરાયજી મહારાજ(રસકુંજ હવેલી), ગો. રમણેશકુમારજી (રોયલ પાર્ક), ગો.શ્રી. શોભારાજા બેટીજી એ પધારી કાર્યક્રમ માણ્યો હતો. કાર્યક્રમમાં તબલા સંગત નિરજ ધોળકિયા, હાર્મોનિયમ સંગત જય સેવક તથા તાનપુરા સંગત દુલારીબેન માંકડ તથા વરણાબેન સેવકે આપી હતી. સંકલન સંગીતાચાર્ય પ. હરિકાન્તભાઇ સેવક કર્યુ હતું. તેમજ કાર્યક્રમનું સંચાલન દ્વારકેશ પુષ્ટિ સેવા સમિતિના પ્રમુખ શ્રી અરવિંદભાઇ પાટડીયાએ કર્યુ હતું. સંગીત સમારોહને સફળતા અપાવવા માટે શ્રી ગુણુભાઇ ડેલાવાળા (સરગમ), અન્તુભાઇ સોની, બાબુભાઇ ત્રીવેદી, ભરતભાઇ મદાણી, મયુર પાટડીયા, મેહુલ ભગત, મોહીત રાણપરા, અશ્વિનભાઇ રાણપરા (વવાણીયાવાળા), મયંકભાઇ રાણપરા તથા મયંકભાઇ ભાટીયા એ ભારે જહેમત ઉઠાવી હતી.

(3:39 pm IST)