Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

કલબ યુવી વિમેન્સ વીંગ રાજકોટ દ્વારા વિમેન્સ એમ્પાવરમેન્ટ પર્સનાલીટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન

વિમેન્સ વીંગ તથા ફેકલ્ટીનું પરીવારના શ્રેષ્ઠીઓ દ્વારા સન્માન કરાયું

રાજકોટ, તા., ૭: સૌરાષ્ટ્ર-કચ્છમાં કલબ યુવી નવરાત્રી મહોત્સવ, સાંસ્કૃતિક કલબ, બીઝનેસમેન વિગ અને હવે તો વિમેન્સ વિંગથી પણ કલબ યુવી જાણીતી થઇ ગયેલ છે તે વિમેન્સ વિંગ દ્વારા વિમેન્સ એમ્પાવરમેન્ટ પર્સનાલીટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું ભવ્ય આયોજન થયેલ છે તે પોગ્રામ કાર્યરત કરવા માટે વિમેન્સ વિંગની વર્કીગ કમીટી, ફેકલ્ટીનું કલબ યુવી, પાટીદાર પરીવારના શ્રેષ્ઠીઓ દ્વારા સન્માન કરવામાં આવેલ.

કલબ યુવીના એમ.ડી. શ્રી મહેન્દ્ર ફડદુ (એડવોકેટ) સ્વાગત પ્રવચનમાં જણાવેલ કે કલબ યુવી વિમેન્સ વિંગનો વર્કીગ કમીટીએ ડાયનામીક યોગા, ઇન્ટરનેશનલ વિમેન્સ ડે અન્વયે મોટીવેશ્નલ સ્પીકર દિપાલી પટેલનો કાર્યક્રમ રાખેલ અને હાલ કલબ યુવી વિમેન્સ વિગ દ્વારા વિમેન્સ માટે એમ્પાવરમેન્ટ-પર્સનાલીટી ડેવલોપમેન્ટનો ૪૦ કલાકનો પોગ્રામ ચલાવવામાં આવી રહેલ છે. આ પોગ્રામની સંપુર્ણ ડીઝાઇન ફર્સ્ટ આઇડીયા ગ્રુપના એમ.ડી.શ્રી કિરણભાઇ પટેલ અને તેમની ટીમના નિલેષભાઇ ટીટીયા, કિંજલ તલસાણીયા, રત્ના મંડીર, ક્રિષ્ના દલસાણીયા, ટ્રેઇનર હિરેન જોષી, સંદીપ દવે, જે.વી.શાહ, ડો.આરતી વાછાણી, કિંજલ કીયાડા દ્વારા કરવામાં આવેલ છે. તેમાં વિમેન્સને સ્ટેસ મેનેજમેન્ટ, એન્ગર મેનેજમેન્ટ, હેર, સ્ક્રીન અને ડ્રેસીંગ એટીકેટ, હેલ્થ, હાઇજીન, પર્સનાલીટી ડેવલપમેન્ટ, કોમ્યુનીકેશન સ્ક્રીલ ઇમેજ મેનેજમેન્ટ સહીતના મહત્વના વિષય પર ટ્રેઇન કરવામાં આવે છે. આ કાર્યક્રમને મહિલાઓનો ખુબ જ બહોળો પ્રતિભા મળી રહયો છે.

આ પ્રસંગને સેલીબ્રેટ કરવા માટે કલબ યુવી તરફથી ગુજરાતી કોમેડી નાટક પટેલને રોકે એને ભગવાન ટોકે નાટકનું આયોજન કરેલ જે દરમ્યાન કલબ યુવીના શ્રેષ્ઠીઓ એવા મનસુખભાઇ પણ પુષ્કરભાઇ ડઢાણીયા, ભાવેશભાઇ ફડદુ-મોરબી, ચંદુભાઇ સંતોકી, નરોતમભાઇ કણસાગરા, રાજનભાઇ વડાલીયા, રાજુભાઇ કાલરીયા, હિરેન વરમોરા, જગદીશભાઇ કોટડીયા, કાન્તીભાઇ માકડીયા, કિરીટભાઇ અદ્રોજા, જમનભાઇ ભલાણી, રાજુભાઇ ફડદુ, સંદીપભાઇ માકડીયા, બન્ટીભાઇ પટેલ, નિખીલભાઇ પટેલ, પ્રજ્ઞેશભાઇ સુરાણી, પંકજભાઇ કણસાગરા, કનુભાઇ પટેલ, કિશોરભાઇ ખાંટ સહીતના પાટીદાર પરીવારના આગેવાનોના હસ્તે કલબ યુવી વિમેન્સ વિંગ્સના વિમેન્સ તથા ફેકલ્ટીનું સન્માન કરવામાં આવેલ.

આ તકે કલબ યુવીના વા.ચેરમેન અને જાણીતા યુવીના વા.ચેરમેન અને જાણીતા બિઝનેસમેન શ્રી સ્મિતભાઇ કનેરીયાએ કલબ યુવી વિમેન્સ વિંગની અત્યાર સુધીની કામગીરીમાં મદદરૂપ થયેલ નલીનભાઇ ઝવેરી-આત્મીય કોલેજ ગૃપ, દિપાલીબેન પટેલ-મોટીવૈશ્નલ સ્પીકર-કલાકાર, ક્રિકેટર, મિતુલભાઇ ધોળકીયા-ધોળકીયા સ્કુલ ગ્રુપ, અમીતભાઇ દવે-નચીકેતા સ્કુલના કેમ્પસ ડાયરેકટર નિરવ કનેરીયા સ્કાય ઉદયત ગૃપનો આભાર માનેલ.

કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટરો મૌલેશભાઇ ઉકાણી (ચેરમેન), સ્મિતભાઇ કનેરીયા (વા.ચેરમેન), મહેન્દ્રભાઇ ફડદુ (એમ.ડી.) ભુપતભાઇ પાચાણી, શૈલેષભાઇ માકડીયા, એમ.એમ.પટેલ, જવાહરભાઇ મોરી, જીવનભાઇ વડાલીયા, મનુભાઇ ટીલવા, કાન્તીભાઇ ઘેટીયા તરફથી પણ સતત માર્ગદર્શન મળી રહેલ છે. કલબ યુવી વિમેન્સ વિંગની વર્કીગ કમીટીમાં જોલી ફડદુ, સોનલ ઉકાણી, સેજલ કાલાવડીયા, શીતલ ભલાણી, દિપાલીબેન પટેલ, શિલ્પા દલસાણીયા, નિપા કાલારીયા, રૂચી મકવાણા, બિના માકડીયા, વૈશાલી ઓગણજા, દિપ્તી અમૃતીયા, નિશા લાલાણી, રેખા વૈશ્નાણી, શિતલ હાંસલીયા, સુનીતા ઓગાણજા, સીમા પટેલ, મિનલ પટેલ, રશ્મી બેરા, જલ્પા વાછાણી, હિરલ ધમસાણીયા, ખ્યાતી પટેલ, શિલ્પા કાલાવડીયા, શીતલ લાડાણી, પુજા ગોલ, શિલ્પા સુરાણી, શ્રૃતી ભડાણીયા, જોલી કાલાવડીયા, હેતલ પટેલ, તોરલ પટેલ કાર્યરત છે.

સમગ્ર કાર્યક્રમનું કલબ યુવીની સંકલન કમીટીના સભ્ય કાન્તીભાઇ ઘેટીયા, સંદીપભાઇ માકડીયા, સુરેશભાઇ ઓગાણજા, અજય દલસાણીયા, બીપીન બેરા, સ્કુલ કાથરોટીયા, આશીષ વાછાણી, રેનીશ માકડીયા, જય કડીવાર સુંદર આયોજન કરેલ અને નાટકના કલાકારોને તેમના હસ્તે સન્માન કરવામાં આવેલ. આભારવિધિ શ્રી કાન્તીભાઇ ઘેટીયાએ તથા પોગ્રામનું સંચાલન શ્રી મેહુલભાઇ ચાંગેલાએ કરેલ.

અંતમાં એમ.ડી.શ્રી મહેન્દ્ર ફડદુએ ખાસ ઉલ્લેખ કરતા જણાવ્યું કે કલબ યુવીને મેઘધનુષી ઉંચાઇએ પહોંચાડવામાં સ્પોન્સરર્સ ઉપરાંત સમગ્ર બોર્ડ ઓફ ડાયરેકટર્સ  તેમજ ૧૦૮ની ટીમના સતત દસ વર્ષના ભગીરથ કાર્યનુ ફળ છે. જે માટે સમગ્ર પાટીદાર પરીવાર તેઓનો આભારી રહેશે.

(3:39 pm IST)