Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ન્યુ કેદારનાથમાં જૂગારનો દરોડોઃ ૨૦ હજારની રોકડ સાથે ત્રણની ધરપકડ

રાવત જળુના ઘરમાં ભકિતનગર પોલીસે દરોડો પાડ્યો

રાજકોટ તા. ૭: કોઠારીયા રોડ ન્યુ કેદારનાથ સોસાયટી-૮માં રહેતાં આહિર શખ્સના મકાનમાં જૂગાર રમાતો હોઇ ભકિતનગર પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સોને પકડી લીધા હતાં.

પોલીસે ન્યુ કેદારનાથ-૮માં રહેતાં રાવત ગીગાભાઇ જળુ (ઉ.૪૨)ના ઘરમાં દરોડો પાડી તેને તથા રાજેશ ઉકાભાઇ લાવડીયા (ઉ.૩૪-રહે. હસનવાડી-૨) તથા કિશન વીરાભાઇ જળુ (ઉ.૩૦-રહે. રાધાકૃષ્ણ નગર મેઇન રોડ)ને પકડી લઇ ગંજીપાના તથા રૂ. ૨૦૦૫૦ રોકડા કબ્જે લીધા હતાં. પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, પ્રકાશભાઇ વાંક, ભાવેશભાઇ મકવાણા, સલિમભાઇ સહિતની સ્ટાફે દરોડો પાડ્યો હતો.

(3:35 pm IST)